તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓખા પાસે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં બેનાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખામાંતાલુકા શાળા પાસે રહેતા લક્ષ્મીચંદ્ર મેઘરાજભાઈ કોચરાના કાકાનો દીકરો મગન રામજી કોચરા તેના મિત્ર કનૈયાભા ઉર્ફે મોમીન બાબુભાઇ બારિયા સાથે શનિવારે બપોરે આરંભડા રોડ પરથી જીજે-10-બીસી-6326 નંબરની બાઇકમાં આવી રહ્યો હતો ત્યારે જીજે-એમ-9276 નંબરના ટ્રેક્ટર ચાલકે પોતાના ટ્રેક્ટર પરનો કાબૂ ગુમાવતા મગનના બાઇકને અડફેટે લીધી હતી. જેથી મગન તથા અને તેના મિત્ર કનૈયાભાને ગંભીર ઇજા પહોચી હતી અને મગનનું ગંભીર ઇજાના કારણે મૃત્યુ નીપજયું હતું જ્યારે મગનને સારવાર માટે નજીકની ટાટાની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક નાસી છૂટ્યો હતો.

અકસ્માત સર્જી ચાલક નાસી છૂટ્યો હતો

મોરબી નજીક આવેલો હાઈવે ફરી રક્તરંજિત બન્યો છે. વધુ એક અકસ્માતના બનાવમાં પુરપાટ વેગે દોડતી કારના ચાલકે મોટરસાયકલ સવારને હડફેટે લેતા યુવાનનું મોત નીપજ્યું છે. મોરબીના લાલપર નજીક રહેતા કિશોરભાઈ કાળુભાઈ મુછડીયાએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના સમયે તેના ભાઈ જયંતીભાઈ પોતાના બાઈક નં જીજે એચ પી ૦૯૮૪ લઈને મોરબી વાંકાનેર હાઈવે પરથી જતા હતા ત્યારે દરિયાલાલ કાંટા પાસે પહોંચ્યા તે સમયે પુરપાટ વેગે આવતી સ્વીફ્ટ કાર નં જીજે એફડી ૮૯૬૭ ના ચાલકે ફરિયાદીના ભાઈ જયંતીભાઈના મોટરસાયકલને હડફેટે લીધું હતું જે અકસ્માતના બનાવમાં જયંતીભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે કારના ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધ્યો છે.

કાર અડફેટે મોટરસાઇકલ સવારનું મોત

અન્ય સમાચારો પણ છે...