મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેનની ટિકિટ 5ની, ચૂકવવાના રૂ. 10

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓદ્યોગિકનગરી મોરબીમાં અસાધારણ ગતિએ થઈ રહેલા ઉદ્યોગોના વિકાસને વધુ વેગવંતો બનાવવામાં રેલ્વેની સેવાઓ ઉત્તમ પુરવાર થઈ સકે છે પરંતુ મોરબીને આજની તારીખે હજુ સુધી કોઈ લાંબા અંતરની ડાયરેક્ટ ટ્રેન મળતી નથી અને મોરબીના મુસાફરોને વાંકાનેર જંક્શન ગયા બાદ અન્ય સેન્ટરો માટેની ટ્રેન મળે છે. અન્યાય સહન કરી રહેલા મોરબીના મુસાફરો સાથે સ્થાનિક રેલ્વે તંત્ર પણ મુસાફરોને અન્યાય કરી રહી છે. મોરબીથી વાંકાનેર જવા માટે ડેમુ ટ્રેનનું ભાડું તો રૂપિયા 10 નક્કી કરવામાં આવ્યું છે અને મુસાફરો 10 રૂપિયા ભાડું પણ ચુકવે છે. પરંતુ તેમને ટીકીટ પાંચ રૂપિયાની આપવામાં આવે છે.

મોરબીના નાગરિકો માટે આશીર્વાદ સમાન એકમાત્ર ટ્રેન સેવામાં પણ રેલ્વે તંત્ર દ્વારા લાલીયાવાડી ચાલતી હોય તેવો ઘાટ જોવા મળે છે.

વિવિધ સુવિધાઓ માટે લાંબા સમયથી કાર્યકરો દ્વારા સ્થાનિક તંત્રથી માંડીને રેલ્વે તંત્ર અને પ્રધાનમંત્રી સુધી રજુઆતોનો દોર ચલાવ્યો છે. છતાં તંત્ર દ્વારા નઝરબાગ રેલ્વે સ્ટેશનને કોઈ સુવિધા આપવામાં આવી નથી જોકે મોરબીના રેલ્વે સ્ટેશનથી વાંકાનેર જવા ડેમુ ટ્રેનનો ભાવ 10 રૂપિયા છે જેના માટે 10 રૂપિયાની ટીકીટ આપવામાં આવે છે. પરંતુ જો મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશનથી વાંકાનેર જતી ટ્રેનમાં મુસાફર ચડે તો ટીકીટ માત્ર પાંચ રૂપિયાની આપવામાં આવે છે પણ પૂઠાની અને મુસાફરોને ભાડું ચુકવવું પડે છે પુરા 10 રૂપિયા ત્યારે બાકીના પાંચ રૂપિયા કોના ખિસ્સામાં જાય છે તેની તપાસ થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

દરરોજ હજારો લોકોની ડેમુમાં મુસાફરી

અન્ય સમાચારો પણ છે...