• Gujarati News
  • કારખાનામાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

કારખાનામાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેરનાઢુવા નજીક આવેલા કારખાનામાં મજૂર કોન્ટ્રાક્ટર અને પરપ્રાંતીય યુવકે ઓરડીમાં ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

વાંકાનેર નજીક ઢુવાના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ વરમોરા કારખાનામાં મજૂરોની ઓરડીમાં રહેતા મૂળ એમ.પી. ના રહીશ બાલારામ માંગીલાલ કટારા ( ઉ.વ. 45 ) ઓરડીમાં ફાંસો ખાઈ લીધાની જાણ તાલુકા થાણામાં થઇ હતી.બનાવ અંગે તુરત તાલુકા પોલીસના ઢુવા બીટના જમાદાર મહેન્દ્રસિંહ દોડી ગયા હતા અને ઓરડીમાં મૃત હાલતમાં બાલારામ જોવા મળ્યો હતો.