વાંકાનેરમાં દુર્ગાવાહિનીની 250 બહેનોની શૌર્ય રેલી યોજાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 250 જેટલી બહેનો તાલીમ લે છે

ભાસ્કરન્યૂઝ. વાંકાનેર

વાંકાનેરમાંવિદ્યા ભારતી સંકુલમાં 22 થી 31 મે સુધી સૌરાષ્ટ્રની દુર્ગાવાહિનીની બહેનોના જીવન ઘડતર માટેના બૌધ્ધિક તેમજ શારીરિક વિકાસ અર્થે શૌર્ય પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે. 10 દિવસના અા વર્ગમાં બહેનોને વહેલી સવારથી રાત્રિના સમય સુધી બૌધ્ધિક જ્ઞાન, શારીરિક વિકાસ,અંગ કસરત અને શૌર્ય વિદ્યા શીખવવામાં આવી રહી છે. મંગળવારે વર્ગના ભાગરૂપે તાલીમ લઇ રહેલી 250 બહેનોએ શૌર્ય રેલી કાઢી શહેરના રાજમાર્ગો પર ફરી વિવિધ કૌશલ્ય રજૂ કર્યા હતા.

વાંકાનેર સ્થિત વિદ્યા ભારતી સંકુલમાં 22 થી 31 દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 250 જેટલી દુર્ગાવાહિનીની બહેનો માટે શૌર્ય પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે. રોજબરોજની જિંદગીમાં બહેનોના સ્વાભિમાન અને તેના બૌધ્ધિક વિચારધારા તેમજ શારીરિક વિકાસને વેગ આપવા છેલ્લા 10 વર્ષથી દર વર્ષે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ચાલતા વર્ગમાં વર્ષે વાંકાનેરમાં ચાલતા વર્ગમાં બહેનોને સવારના 4.30 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં યોગ, વ્યાયામ, બૌધ્ધિક વ્યાખ્યાન અને વિવિધ કૌશલ્યોનું શિક્ષણ આપવામાં આવે છે. જીવનના મૂલ્યો, તેની જવાબદારી, ફરજ વિગેરે બાબતોનું જ્ઞાન સમાજના શ્રેષ્ઠિઓ અને વિશારદો દ્વારા આપવામાં આવે છે. મંગળવારે વર્ગમાં તાલીમ લઇ રહેલી 250 બહેનોએ એક શૌર્ય રેલી શહેરના રાજ માર્ગો પર યોજી હતી.આ રેલીમાં બહેનો વિવિધ કૌશલ્યોનું પ્રદર્શન શહેરના રાજ માર્ગો પર કર્યું હતું.

વિદ્યાભારતી સંકુલમાં ચાલતી દુર્ગાવાહિની પ્રશિક્ષણ વર્ગમાં બૌધ્ધિક વર્ગ લેવા માટે 28મે ના રોજ સાંજે 5 વાગ્યે વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા વાંકાનેર આવી રહ્યા છે. જેઓ દુર્ગા વાહિનીની બહેનોના પત્ની અને માતાના વિવિધ તબક્કાઓમાં આપણી સંસ્કૃતિ વિષે પ્રવચન આપશે.

ડો. પ્રવીણ તોગડિયા આજે હાજરી આપશે

બહેનોને શિક્ષણ સાથે શૌર્યજ્ઞાન આપતો 10 દિવસનો વર્ગ

અન્ય સમાચારો પણ છે...