તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાસુંદી ખાધા બાદ 70 વ્યક્તિને ફૂડપોઇઝનિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાસુંદી ખાધા બાદ 70 વ્યક્તિને ફૂડપોઇઝનિંગ

ભાસ્કરન્યૂઝ| વાંકાનેર

વાંકાનેરમાંપ્રજાપતિ પરિવારના પુત્રના લગ્ન પ્રસંગ નિમિત્તે યોજવામાં આવેલા ભોજન સમારોહમાં બપોરે બાસુંદીનું ભોજન લીધા બાદ અમુક લોકોને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું અને મોડી સાંજે ઝાડા,ઉલ્ટી થવા લાગતાં 70 લોકોને તાબડતોબ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વાંકાનેરના પ્રજાપતિ વીનુભાઇ સંચાણિયાના પુત્રના લગ્ન આવતીકાલે શનિવારે નિરધાર્યા છે. જે અનુસંધાને શુક્રવારે સમાજ જમણ યોજવામાં આવ્યું હતું અને એકસાથે 450 થી 500 લોકોએ સાથે મળીને બાસુંદી સહિતનું ભોજન લીધું હતું. 70 લોકોને એકાએક ઝાડા ઉલ્ટીની ફરિયાદ થતાં બધાને તાબડતોબ સરકારી હોસ્પિટલમાં ખસેેડવા પડ્યા હતા. લગ્નપ્રસંગમાં યોજાયેલા જમણવારમાં બાસુંદી ખાધા બાદ 70 વ્યક્તિને ઝેરી અસર થતાં પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...