રાજા, રજવાડાઓ આપણી પરંપરા રહી છે અને આજે પણ લોકોને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજા, રજવાડાઓ આપણી પરંપરા રહી છે અને આજે પણ લોકોને રજવાડા વિશે જાણવું અને તેમની જીવનશૈલીને જોવી તેમજ માણવી ગમતી હોય છે. કેમકે રજવાડાઓ એક આખો ઇતિહાસ લઇને જીવતા હોય છે. ગોંડલના હવામહેલના રાજવી ઉપેન્દ્રસિંહજીના કુમાર જ્યોતિર્મયસિંહજીના શુભલગ્ન તાજેતરમાં બાંસવાડાના કુંવરી દામિનીકુમારી સાથે મંગલ મુહૂર્તમાં રાજવી ઠાઠમાઠથી યોજાયા હતા. ગોવા ખાતે ખાસ ત્રણ દિવસીય સેરેમની ભારતીય રાજવી પરંપરાની સાક્ષી બની હતી. જેમાં નેપાળ સ્ટેટ, બાંસવાડા સ્ટેટ, જેસલમેર, બલરામપુર, વઢવાણ, ઇડર સ્ટેટના 150થી વધારે રાજવીઓએ હાજરી આપી હતી, જ્યારે નવદંપતીની વેલકમ સેરેમની ગોંડલના વિખ્યાત હવામહેલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં 1350થી વધારે મહેમાનોએ રાજપૂતાના પોશાકમાં પધારી મહેમાનગતિ માણી હતી. ગોંડલ ખાતે આયોજિત વેલકમ સેરેમનીમાં ભાવનગર, વઢવાણ, વીરપુર, હંસકોટ, જસદણ, બરોડા, નેપાળ, વાંકાનેર સ્ટેટના રાજવી પરિવારો પારંપરિક ઠાઠમાઠ સાથે જોડાયા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. અવસરે ગોંડલનો સ્થાનિક રાજપૂત સમાજ પણ જોડાયો હતો. કુમાર જ્યોતિર્મયસિંહજીના પરિણયોત્સવ પ્રસંગે હવામહેલને આંખને આંજી દે તેવા સાજ શણગાર કરાયા હતા. > તસવીર: જયેશ ભોજાણી

ગોંડલના રાજકુમારના બાંસવાડાના રાજકુમારી સાથે રજવાડી અંદાજમાં ભવ્ય લગ્ન

અન્ય સમાચારો પણ છે...