Divya Bhaskar

Home » Saurashtra » Morbi » Wankaner » વાંકાનેરનાં બોકડથંભા અને ગારિયામાંથી 14 જુગારી જબ્બે

વાંકાનેરનાં બોકડથંભા અને ગારિયામાંથી 14 જુગારી જબ્બે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:51 AM

બે સ્થળે દરોડામાં કુલ રૂ.71,080નો મુદ્દામાલ કબજે

  • વાંકાનેરનાં બોકડથંભા અને ગારિયામાંથી 14 જુગારી જબ્બે
    વાંકાનેર-થાન રોડ ઉપર આવેલ બોકડથંભા ગામે હનુમાનજીનાં મંદિર પાસજુગાર રમતા રમેશભાઈ ગાંગડીયા, મુકેશ કુનપરા, કુકાભાઈ સરવડીયા, અજયભાઈ સરવડીયા, મનસુખભાઈ સરવડીયા, અવચર સરવડીયા અને પ્રેમજીભાઈ સરવડીયા સહિતના ૭ શખ્સોને રંગે હાથ જુગાર રમતા પકડી પાડી રૂ.૨૦,૫૪૦ રૂપિયાની રોકડ રકમ સાથે પકડી પાડી ગુનો નોંધ્યો હતો. જૂનાં ગારીયામાં જુગાર રમતા હોવાની બાતમી મળતા દરોડો પાડતા સંજયભાઈ માલકિયા, શિવભદ્રસિંહ વાળા, ભગિરથસિંહ ગોહિલ, મુકેશભાઈ માલકિયા, ધનજીભાઈ રોજાસરા, ગિરીરાજસિંહ વાળા, ભગવાનજી માલિયાને જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડ ૨૪,૫૪૦, બે બાઇક રૂ. ૩૦,૦૦૦ મળી કુલ ૫૪,૫૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending