Home » Saurashtra » Morbi » Wankaner » કેરાળાનો રસ્તો બંધ કરવા, ખોલવા બન્ને તરફથી આત્મવિલોપનની ચીમકી

કેરાળાનો રસ્તો બંધ કરવા, ખોલવા બન્ને તરફથી આત્મવિલોપનની ચીમકી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:51 AM

વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામ પાસે મચ્છુ નદીમાંથી પસાર થતો શોર્ટકટ રસ્તાએ વિવાદનું કારણ બન્યો છે. લાંબા સમયથી આ...

  • કેરાળાનો રસ્તો બંધ કરવા, ખોલવા બન્ને તરફથી આત્મવિલોપનની ચીમકી
    વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામ પાસે મચ્છુ નદીમાંથી પસાર થતો શોર્ટકટ રસ્તાએ વિવાદનું કારણ બન્યો છે. લાંબા સમયથી આ રસ્તો ગેર કાયદેસર હોવાનું અને આ રસ્તેથી રાતભર ગેરકાયદેસર ચાલતા ઓવરલોડ ખનિજ વાહનો રોડ કાંઠે રહેતા ગ્રામજનોને રાતભર ખલેલ પહોંચાડતા હોવાની રજૂઆત બાદ રસ્તો બંધ ન કરાયતો ગામના અગ્રણી અંબાલિયા કેશુભાઈએ આત્મ વિલોપનની ચિમકી આપતા તંત્ર દ્વારા ૭ જૂનના રોજ પંચરોજકામ સાથે આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

    તંત્ર દ્વારા રસ્તો બંધ કરાયા બાદ થાન રોડ ઉપર આવેલ લુણસરીયા, દિઘલિયા, દલડી સહિતના ૧૧ ગામોના સરપંચોએ આ રસ્તો રાજાશાહી વખતથી ચાલતો હોવાના દાવા સાથે બંધ કરાયેલ રસ્તો પુન: ખોલી આપવા લેખિત-મૌખિક અનેક વખત રજૂઆતો કરી હતી. પરિણામે રસ્તા બાબતે યોગ્ય હકિકત બહાર લાવવા તંત્ર દ્વારા રસ્તો કાયદેસર છે કે ગેરકાયદેસર તેનો રિપોર્ટ ડી.એલ.આર. પાસે માંગતા ડી.એલ.આર. દ્વારા સ્થળ તપાસ સાથે આસપાસના વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ ડી.એલ.આર. દ્વારા ૧૫ દિવસ થયા હોવા છતાં રિપોર્ટ નહીં આવતાં આ રસ્તા બંધ છે. રસ્તો ખુલ્લો કરાવવા દલડી ગ્રામ પંચાયતનાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જીવાભાઈ નથુભાઈ સોલંકીએ બે દિવસ માં રસ્તો ખુલ્લો નહીં કરાયતો આત્મ વિલોપનની ચિમકી આપતા તંત્ર માટે શોર્ટકટ રસ્તાનો વિવાદ માથાના દુઃખાવા સમાન બન્યો છે. બન્ને બાજુ થી આત્મ વિલોપનની ચિમકી મળતા રસ્તાનો વિવાદ વધુ ઘેરો બન્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ