વાંકાનેરમાં રખડતા ઢોરની સમસ્યા દિનપ્રતિદિન વિકટ બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેર શહેરમાં લોકો ટ્રાફિક સમસ્યાને લઇને પહેલાથી જ પરેશાન છે. તો બીજી તરફ વાંકાનેર માં રખડતા ઢોરોની સમસ્યા એ માજા મુકી છે. શહેરના જાહેર માર્ગો ઉપર ગમે ત્યાં ગાય- ખૂંટ નું ટોળુ જમા થઈ રસ્તો બંધ કરી દે છે. ટ્રાફિક થી ધમધમતો માર્કેટ ચોક, પુલ દરવાજા પાસેનો પતાળીયા ઉપરનો પુલ, મચ્છુ નદી ઉપરનો નેશનલ હાઇવે નો પુલ, નેશનલ હાઇવે સર્કલ, સર્વિસ રોડ રખડતા ઢોરોના પસંદગીના સ્થળો છે, જ્યાં રખડતા ઢોર જમાવડો કરી ઊભા રહી જાય છે, પરિણામે લોકોએ ચાલવુ કંયા થી તે સમસ્યા બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...