તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢુવા ગામના તલાટીમંત્રી 10 હજારની લાંચ લેતાં ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકાનેરનાઢુવા ગામના તલાટીમંત્રી શેરસિયા અબ્દુલભાઇ અમીભાઈએ ગામની એક ફર્મના ભાગીદારી બંધારણમાં નોંધ નં.-2 માં નામ ફેરબદલી કરવા બાબતે હિતેષભાઇ નવીનચંદ મહેતા પાસે રૂ 15,000/- ની લાંચ માગ્યા બાદ પ્રથમ રૂ 5 હજાર મેળવ્યા બાદ બુધવારે વધુ 10હજારની લાંચ લેવા જતા મોરબી એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.

ઢુવા ગામે જય નકલંક મિનરલ પેઢીમાં ભાગીદાર તરીકે રહેલ હિતેષભાઇ મહેતાની ભાગીદારી બંધારણમાં નોંધ નં - 2 માં નામ ફેરબદલ ઢુવાના તલાટીમંત્રી શેરસિયા અબ્દુલભાઇ અમીભાઈને અરજી કરી હતી.આ નામ ફેરબદલી માટે તલાટીમંત્રીએ રૂ.15 હજારના લાંચ હિતેષભાઇ પાસે માગી હતી. બાબતે હિતેષભાઇએ રૂ 5હજારની લાંચ થોડા સમય પહેલા પ્રથમ હપ્તા રૂપે આપી પણ દીધી હતી અને બીજા રૂ.10 હજાર બુધવારે તલાટીમંત્રીની વાંઢા લીમડા ચોક પાસેની ખાનગી ઓફિસમાં આપવાનું નક્કી કરાયું હતું.

લાંચ બાબતે હિતેષભાઇએ મોરબી એન્ટી કરપ્શનમાં અરજી કરતા બુધવારે મોરબી એન્ટી કરપ્શનના પીઆઈ.ગોહિલ, દિલીપસિંહ,મયૂરભાઈ,જયપાલસિંહ,નવીનભાઈ,યશવંતસિંહ સહિતના સ્ટાફે બપોરના સમયે તલાટીમંત્રીની ખાનગી ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું જેમાં મંત્રી આબાદ ઝડપાઇ ગયા હતા. છેલ્લા એક વર્ષમાં વાંકાનેર તાલુકા પંચાયતમાં બીજી વખત આવી રીતે કર્મચારી લાંચ લેતા ઝડપાયા હોય શહેરમાં ચર્ચા જામી છે.

નામમાં ફેરબદલ કરવા 15,000 માગ્યા’તા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો