વાંકાનેરના કોઠીમાં પિતા પુત્રનો ગાય પર હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેરતાલુકાના કોઠી ગામના એક વાડામાં ગાય ઘુસી જતા ત્યા રહેલા પિતા પુત્ર ઉશ્કેરાઇ જઇ ગાય પર હુમલો કરતા ઇજા પહોચી હતી. બનાવ અંગે પોલીસમાં ફરીયાદ થતા વધુ તપાસ હાથ ધરાઇ છે. બનાવથી સ્થાનીક પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થીતીને કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા જયસંગ કરશન ચાવડાની માલિકીની ગાય પર ગામમાંજ રહેતા મહમદ આહમદ મેડીવાલા અને તેના પુત્ર સફિયા મહમદના વાડામાં ઘુસી જતા બન્ને પિતા પુત્રોએ ઉશ્કરાઇ જઇ ગાય પર હુમલો કરી લોહીલુહાણ કરી નાખતા બનાવ અંગે પોલીસમાં ફરિયાદ થઇ છે. પોલીસે બન્નેની ધરપકડ કરી ગુનો દનખલ કરી તાલુકા પી.એસ.આઇ. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે. ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...