તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Wankaner
  • છેલ્લા ત્રણ વર્ષથી વાંકાનેરમાં ચાલતું ભૂગર્ભનું કામ પૂરું થવાનું નામ લેતું નથી

છેલ્લા ત્રણ વર્ષથી વાંકાનેરમાં ચાલતું ભૂગર્ભનું કામ પૂરું થવાનું નામ લેતું નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા ત્રણ વર્ષથી વાંકાનેર શહેરમાં ચાલતુ ભૂગર્ભ ગટર નું કામ પુરુ થવાનું નામ લેતું નથી. ભુગર્ભ ગટરના ખોદકામ દરમ્યાન તુટી જતી પાણીની પાઈપલાઈનો, કનેક્શનોનાં સમારય કામ માટે ખોદાતા ખાડાથી લોકો ને ચાલવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમાં વળી ટેલીફોન લેન્ડલાઈન ના સમાર કામ માટે કરાતા ખોદકામથી રોડની સાઈડમાં પાકા રોડ બિસ્માર બન્યા છે. પરિણામે ચાલકો પરેશાન થઇ રહ્યા છે. તેમજ રાજકોટ તરફ જવાનો પુલ તોડી નાંખવામાં આવ્યો છે.

ચોમાસા પહેલા આ પુલનુ બાંધકામ પૂર્ણ કરવો શક્ય ન હોવા છતા પુલ તોડીને મુકી દીધા બાદ તંત્ર હજુ પાયો ખોદવાનું મુહુર્ત ની રાહમા છે. ઉપરથી હવે ભૂગર્ભ ગટર વાળા આંખો શિયાળો ઉનાળો પસાર થઈ ગયા બાદ ચોમાસુ માથે ઝળુંબે છે ત્યારે વાંકાનેરના ચાલાવા લાયક પ્રતાપરોડ ને ખોદી ચાલકોને ચાલવા માટેનાં એક માત્ર વિકલ્પ ને પણ બંધ કરી દીધો છે.

હાલ આ મુખ્ય રોડ નવો બનાવવા નાં ભાગ રૂપે ભુગર્ભ ગટરનાં કામ માટે ખોદવામાં આવેલ ગટરનાં ભાગને અમુક ઊંડાઈ સુધી આર.સી.સી.થી ભરી મજબુત બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે. જે નવો રોડ બનાવવાની શરૂઆતની પ્રક્રિયા છે. ચોમાસામાં જ પ્રતાપ રોડ ને આર.સી.સી બનાવવાનું કામ ચાલુ રહેશે. તેમ વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફીસર ગિરીશભાઈ સરૈયા જણાવ્યુ છે.

બેંકમાં બનાવટી દસ્તાવેજો બનાવી 40 હજારની છેતરપિંડી આચરી
અમરેલીમાં 3 વ્યકિત સામે ફરિયાદ નોંધાઇ
ક્રાઇમ રીપોર્ટર | અમરેલી

અમરેલીમા હરિરોડ પર આવેલ બેંક ઓફ ઇન્ડિયા શાખામા અહી રહેતા ત્રણ વ્યકિતએ ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી બેંકમા રજુ કરી રૂા. 40 હજારની લોન લઇ છેતરપીંડી આચરતા આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

બેંક સાથે છેતરપીંડીની આ ઘટના અમરેલીમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા દિનેશભાઇ મથુરભાઇ ગઢીયા, વર્ષાબેન દિનેશભાઇ તેમજ મંગળાબેન ચંદ્રકાંતભાઇએ અહી હરિરોડ પર આવેલ બેંક ઓફ ઇન્ડિયા શાખામાથી પેન્શનર લોન લેવા માટે પોતે જાણતા હોવા છતા ખોટા બનાવટી દસ્તાવેજો રજુ કર્યા હતા અને રૂા. 40 હજારની લોન મેળવી લીધી હતી.

લોન લઇ છેતરપીંડી આચરતા આ બારામા બેંકના અધિકારી ગૌરવ ચાવલાએ ત્રણેય સામે અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પીઆઇ આર.વી.દેસાઇ તપાસ ચલાવી રહ્યાં છે.

સાત મૃતકોના વારસદારોને રૂ. 36.28 લાખ ચૂકવાયા
જામનગર યાર્ડ દ્વારા તાલુકાના ખેડૂતોને વીમાસહાય ચેક અર્પણ
ભાસ્કર ન્યૂઝ | જામનગર

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માતમાં મૃતકના વારસદરોને 36.28 લાખના વિમા સહાયના ચેક અર્પણ કરાયા હતાં.

તાલુકાના બજાર વિસ્તારનાં ખેડુત સ્વ.નાનબાઇબા પીંગ, સ્વ.ભવાનભાઇ ધારવીયા, સ્વ. રાજુબેન રાઠોડ, સ્વ.ભીખાભાઇ કપુરીયા, સ્વ. હરખાભાઇ ભેંસદડીયા, સ્વ.તુલસીભાઇ મોહનભાઇ હરસોડા, સ્વ. ખાેડાભાઇ હકાભાઇ ઝાંપડાનું અકસ્માતે અવસાન થયું હતું. જે અંગે તેઓના વારસદાર દ્વારા વિમાનો લાભ મેળવવા અરજી કરવામાં આવી હતી. પરંતુ વિમા કંપની દ્વારા નામંજૂર કરાઇ હતી. પરંતુ બજાર સમિતિ દ્વારા આ અંગે િજલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર િનવારણ ફાેરમમાં દાવે દાખલ કરવામાં આવ્યો હતો અને ચેરમેન દ્વારા આ કલેઇમો અંગે રસ દાખવી તકરાર નિવારણ ફોરમ મારફતે મંજુર કરાવી હતી.જેમાં તા. 25ના વિમા વળતરની રકમ રૂા. 5 લાખ તથા વ્યાજ સહિત કુલ 7 મૃતકોના વારસદારોને રૂા. 36,28,046 લાખના ચુકવવામાં આવ્યા હતાં. જેમાં બજાર સમિતિના ચેરમેન રાઘવજી પટેલ, પ્રવિણસિંહ ઝાલા, ધીરજલાલ આર. કારીયા, દેવરાજભાઇ જરૂ, ભીમજીભાઇ શીખલીયા તથા તમામ ગામના સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થીત રહયા હતાં.

લાલપુરમાં જુગાર રમતી 4 મહિલા ઝડપાઇ
ભાસ્કર ન્યુઝ.જામનગર

લાલપુર ગામના ધરારનગર વિસ્તારમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે અમુક સ્ત્રીઓ જુગાર રમતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે જીગ્નાબેન ડેનીશભાઇ સાગઠીયા, અમીબેન વાલાભાઇ પરમાર, રાજીબેન દેવશીભાઇ પરમાર અને જમનાબેન વીરજીભાઇ મુછડીયાને પકડી પાડી રૂા.1300ની રોકડ અને ગંજીપાના કબજે કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

પીપાવાવમાં ચુસ્ત બંદોબસ્ત સાથે જીંગા ફાર્મનાં દબાણો હટાવાયા
પીપાવાવ તથા આસપાસના ગામોની સરકારી જમીન પર ગેરકાયદે જીંગા ફાર્મ બની ગયા છે. જીએચસીએલ કંપની દ્વારા પણ લીઝ પુર્ણ હોવા છતા કામ ચાલુ રાખી દબાણ પણ કરાયાની રજુઆત થઇ હતી અને પાંચ ગામના લોકો છેલ્લા 66 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે. પંદર દિવસ પહેલા તંત્ર દ્વારા દબાણકારોને તેમના દબાણો હટાવી લેવા નોટીસ પણ આપવામા આવી હતી. અને આખરે જિલ્લા કલેકટરની સુચના મુજબ પ્રાંત અધિકારી કે.એસ.ડાભી, મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી મંત્રી વિગેરેની ટીમો બનાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પીપાવાવની જમીનોમા ગેરકાયદે દબાણો કરી બનેલા જીંગા ફાર્મમા આ ડિમોલેશન શરૂ કરાયુ હતુ. તસવીર - હસીત પોપટ

સાવરકુંડલામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ
ભાસ્કર ન્યૂઝ | સાવરકુંડલા

સાવરકુંડલા શહેર બેફામ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામા આવતો હોય પશુઓ અવારનવાર આવુ પ્લાસ્ટિક આરોગી જાય છે અને અનેક કિસ્સામા મોતને પણ ભેટે છે. સાવરકુંડલા સમર્પણ ગૌશાળાની ટીમ દ્વારા ગાયનું ઓપરેશન કરી બચાવવામાં આવી હતી.

સાવરકુંડલા શહેરમાં દિનપ્રતિદિન પ્લાસ્ટિકનું વેચાણ વધતું જતું હોવાથી તાત્કાલિક પ્લાસ્ટિક નાબુદીની પાલિકા દ્વારા ઝૂંબેશ ઉપાડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.

તથા ખાદ્ય પદાર્થોની વસ્તુ અને એઠવાડ પ્લાસ્ટિકના ઝબલા કે કોથળીમાં ભરીને નાખવામાં આવે છે. જેને ગાય ખાઈ જતી હોવાથી તેનું મુત્યુ થવા પામે છે. આથી ખાદ્ય પદાર્થો પ્લાસ્ટિકમાં ભરીને નાખવામાં ન આવે તેવી ગૌ સેવકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

જામનગરમાં જુદા-જુદા બનાવમાં એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ
જામનગરમાં ચોકીદાર પ્રૌઢને હડધૂત કરી ઢોર મારમાર્યો
ભાસ્કર ન્યુઝ.જામનગર

જામનગરમાં રહેતા ચોકીદાર પ્રૌઢને વાડીએ વિજ થાંભલામાંથી લંગરીયુ કાઢી નાખવાનુ કહયાનો ખાર રાખીને બે શખ્સોએ ઘરે ધસી આવીને હડધુત કરી પથ્થરનો ઘા કરી માથામાં ઇજા પહોચાડીને ઢીંકાપાટુનો માર માર્યાની ફરીયાદ બે શખ્સો સામે નોંધાવાઇ છે.

જામનગરમાં સમર્પણ ચોકડી પાસે રહેતા અને વાડીમાં ચોકીદાર તરીકે કામ કરતા કારાભાઇ સવદાસભાઇ સાદીયા નામના પ્રૌઢે તેના ઘરે ધસી આવીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી પેટના ભાગે ઢીંકાપાટુનો માર મારી પથ્થરનો ઘા કરી માથામાં ઇજા પહોચાડયાની ફરીયાદ સાગર પાલાભાઇ આંબલીયા અને મુન્ના પાલાભાઇ આંબલીયા સામે નોંધાવી છે. ઇજાગ્રસ્ત ચોકીદાર પ્રૌઢે વાડીએ શેઠના કહેવાથી સામાવાળાના પિતાએ વિજ થાંભલે નાખેલુ લંગરીયુ કાઢી નાખવાનુ કહ્યુ હતુ જેનો ખાર રાખીને બંને શખ્સોએ એકસંપ કરી આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે.આ અંગે પોલીસે એટ્રોસીટી એકટ સહીતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

નવાગામ ઘેડમાં રહેતા અલ્પેશ વાળા ગત રાત્રે સાત રસ્તા પાસે રોકીને રાહુલ મનજીભાઇ પરમાર અને એક અજાણ્યા ઇસમે ગાળો ભાંડતા અપશબ્દો બોલવાની ના પાડવાથી બંને શખ્સે ઉશ્કેરાઇને હડધુત કરી ધમકીની ફરીયાદ નોંધાવાઇ છે.ભોગગ્રસ્ત અને સામાવાળાના સમાજ વચ્ચે એકાદ વર્ષ પુર્વે તકરાર થઇ હતી જે જુની તકરારના મનદુ:ખના કારણે આ કૃત્ય આચર્યાનુ જાહેર થયુ છે.

જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીની રેડ
ભાણવડના ગોપાલપરા નેશમાંથી સાત શખ્સ જુગાર રમતા ઝડપાયા
રૂ. 1,27,800 રોકડ સહિત સાહિત્ય કબજે, ફરાર શખ્સ સામે ગુનો
ભાસ્કર ન્યૂઝ | જામનગર

ભાણવડ તાલુકાના ગોપાલપરાનેશ વિસ્તારમાં સરકારી ખરાબામાં જુગારની પ્રવૃિત ચાલતી હોવાની એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રેઇડ કરવામાં આવતા જુગાર રમતા સાત શખ્સો સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રેડ દરમિયાન નાશી ગયેલા શખ્સ સામે ફરિયાદ નાંેધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

તા. 29ના એલસીબીના સ્ટાફ ભાણવડ તાલુકાના ગણેશપરાનેશ વાડી વિસ્તારમાં સાજણભાઇ બંધીયાની વાડીના ગેટ સામે જાહેરમાં જુગાર રમતો હોવાનું જાણવા મળતા રેડ પાડવામાં આવી હતી જેમાં બીપીનભાઇ ઉર્ફે બીપુ બાબુભાઇ પીપરોતર, ગુણવંતભાઇ ગઢાદરા, કિશોરભાઇ સુવા, પાલાભાઇ ચાવડા, સાજણભાઇ બંધીયા, કાનાભાઇ ચુડાસમા, રાજાભાઇ રાવલીયાને રોકડ 1,27,800 સાથે ઝડપી પાડવામાં આવ્યા હતાં. તેમજ એક શખ્સ નાશી છુટતા તેના વિરૂધ્ધ નોંધાવી શખ્સને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી એલસીબીના પીઅાઇ એલ.ડી. ઓડેદરાસહિતના સ્ટાફ દ્વાારા કરવામાં આવી હતી.

તારી પત્ની મને સોંપી દે કહી યુવકને માર માર્યો
ઓટા પર રમવાની ના પાડી બાળકોને મારમાર્યો
ક્રાઇમ રીપોર્ટર | અમરેલી

ખાંભાના સમઢીયાળા ગામે તારી પત્નીને મને સોંપી દે કહી યુવકને લાકડી વડે મારમારી ઇજા પહોંચાડતા આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

ખાંભા તાબાના સમઢીયાળા ગામે રહેતા રસનબેન અબ્બાસભાઇ ચારોલાએ ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓના પતિ અબ્બાસભાઇ ઘરે હતા તે દરમિયાન અહી જ રહેતો વિજય પોપટ ચારોલા નામનો શખ્સ ઘરે આવ્યો હતો અને અબ્બાસભાઇને કહેલ કે તારી પત્નીને મને સોંપી દે કહી ઉશ્કેરાઇ જઇ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધવી છે. અન્ય એક ઘટનામા રંગપુર ગામે રહેતા હેમીબેન મુકેશભાઇ ડાભીનો પુત્ર નિતીન અને દિકરી અંજલી રામાપીરના મંદિરના ઓટા પર રમતા હોય મહેશ અમરા નામના શખ્સે બંનેને લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...