હજરત પીર સૈયદ મોમીનશાહ બાવા સાહેબનો 18મો ઉર્સ

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:11 AM IST
Wankaner News - latest wankaner news 041116
વાંકાનેર : ચંદ્રપુર ગામે નેશનલ હાઇવે પર આવેલા સૂફી સંત અને મોમીન કોમના રાહબર હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા સાહેબનો અઢારમો ઉર્સ મુબારક તા.11 ને મંગળવારે હજારો અનુયાયીઓની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાશે. જેમાં મોમીનશાહ બાવાના મોટા દીકરા, સજજાદાનશીન અને મોમીન કોમના પીર, રાહબર, ગાદીપતિ અલ્હાઝ હઝરત પીર સૈયદ વિઝારતહુસેન બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ ઉર્સ મુબારકનું આયોજન થયું છે. આ ઉર્સ મુબારકમાં હઝરત પીર સૈયદ વિઝારતહુસેન બાવા સાહેબના દીકરા અને સજજાદાનશીન હજરત અલ્હાઝ કારી સૈયદ અલીનવાઝ બાવાસાહેબનો માત્ર 15 વર્ષની નાની વયે સોમવારે રાત્રે ઇશાની નમાઝ બાદ શાનદાર તકરીરનો પ્રોગામ યોજાશે અને મંગળવારે સવારે 8 થી 10 કુરાન ખ્વાની, ત્યારબાદ 10 થી 1 વાગ્યા સુધી ન્યાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઝોહરની નમાઝ બાદ બપોરે 2 વાગ્યે બાવા સાહેબના કુટુંબીજનોની હાજરીમાં સંદલશરીફની પ્રવિત્ર રશમ અદા કરવામાં આવશે.

X
Wankaner News - latest wankaner news 041116
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી