તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SORRY, સીસીટીવી કેમેરામાં કોઇ દેખાયંુ નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ શહેરનાં 80 ફૂટ રોડ પર 15થી વધુ મકાનો, દુકાનોની તેમજ ધારાસભ્યના બંગલાના કમ્પાઉન્ડ વોલની દિવાલો ઉપર સ્પ્રે જેવા સાધનથી લાલ કલરમાં અંગ્રેજીમાં જ સોરી લખેલુ લખાણ ધ્યાને આવતા ચકચાર ફેલાઇ હતી. શહેરમાં કુતૂહલ-શંકા કુશંકા સાથે ટોકઓફ ધ ટાઉન બનેલી આ ઘટના મામલે હજુ પણ પોલીસ મથકે કોઇએ રજૂઆત કે ફરિયાદ ન કરી હોવાનું બહાર આવ્યુ હતું. આ અંગે સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથકના પીએસઆઈ એન.બી.ડોડીયાએ જણાવ્યું કે, આ બનાવમાં ઘટના સ્થળ જઇ અમુક અમુક અંતરે આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેમાં આ ઘટનામાં કોઇ દેખાયુ નથી.

અન્ય સમાચારો પણ છે...