તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Visavadar
  • પ્રેમપરામાં તંત્રએ 8 દિ’ની નોટીસ આપ્યાને 1 માસ વિતી ગયો છત્તાં પેશકદમી હટી નહીં

પ્રેમપરામાં તંત્રએ 8 દિ’ની નોટીસ આપ્યાને 1 માસ વિતી ગયો છત્તાં પેશકદમી હટી નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાંપ્રેમપરા ગામે અમુક ખેડૂતોએ જાહેર રસ્તા પર પેશકદમી કરીને રસ્તો સાંકળો કરી દેવાતા ગામમાં ભારે હોબાળો થયેલ અને અધિકારીઓ સ્થળ પર દોડી આવેલા અને ખેડૂતોને આઠ દિવસની નોટિસ આપી પેશકદમી સ્વેચ્છાએ દુર કરવાનું જણાવેલ. નહિતર પોલીસને સાથે મળીને તંત્ર દ્વારા પેશકદમી દુર કરવામાં આવશે. તેમ જણાવેલ આજે નોટિસનો સમય પુરો થયાને એક માસ થવા છતાં તંત્રનાં પેટનું પાણી હલતું નથી. જેથી લોકચર્ચા થવા લાગી છે કે, અધિકારીઓને રાજકારણનું ગ્રહણ લાગ્યું કે શુંω

વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ગામે જાહેર રસ્તાને અમુક રાજકીય ઓથ ધરાવતા ખેડૂતોએ 40 ફૂટનો રોડને પેશકદમી કરીને 20 ફુટ જેટલા કરી નાખવામાં આવેલ છે. જ્યારે પેશકદમીનું કામ બંધ કરવાનું સુચના આપી ગયેલ. તેમ છતાં તે ખેડૂતે કામ ચાલુ હતું. ત્યારે ગામ લોકોએ અધિકારીઓને ફરિયાદ કરતાં તંત્રએ સ્થળ પર આવીને કામ બંધ કરવાનું સુચના આપી ગયેલ. તેમ છતાં તે ખેડૂતે કામ ચાલુ રખાતા ગામ લોકોમાં હોબાળો થતાં ફરી ડે.ઇજનેર સ્થળ પર જનઇ ખેડૂતને ના પાડવા છતાં ડેમ ચાલુ રાખ્યું છે.

ત્યારે પેશકદમી કરનાર ખેડૂતે અધિકારીને ચોખા શબ્દોમાં જણાવી દિધેલ કે અમે બધુ આગળ-પાછળનું વિચારીને કામ ચાલુ રાખ્યું છે. પેલા અંબાજળ નદી કાંઠેથી અને અમારા ખેતરની સામેનાં ખેતરની પેશકદમી દુર કરાવો પછી મારી પેશકદમી હટાવવા આવો. જેથી અધિકારીએ પેશકદમી કરનાર ખેડૂતોનું લીસ્ટ મંગાવીની આઠ દિવસની મુદત કાઢવાનો હુકમ કરેલ અને કહેલ કે આઠ દિવસમાં સ્વૈચ્છાએ પેશકદમી દુર કરો નહિતર પોલીસને સાથે રાખીને કોઇની પણ સેહ સરમ રાખ્યા વગર જેસીબી દ્વારા પેશકદમી દુર કરવામાં આવશે.

પરંતુ આજે નોટીસનો સમય વિતી ગયાને એક માસ કરતાં પણ વધુ સમય વિતી જવા છતાં કોઇ કાર્યવાહી થતાં ગામલોકોમાં ચર્ચા થવા લાગી છે કે, એકબાજું જે ખેડૂતે પેશકદમી કરેલ છે. તે ભાજપનો મોટો આગેવાન છે અને હાલમાં જે ખેડૂતે પેશકદમી કરેલ છે, તેને કોંગ્રેસનાં મોટા આગેવાનનાં સંબંધી થાય છે.

જેથી તંત્રને બાબતે ભાજપ-કોંગ્રેસનું ગ્રહણ લાગી જતાં પેશકદમી દુર થતી નથી. તેમથી આઠ દિવસની નોટિસની સિંહ ગર્જનાં કરનાર અધિકારી કેમ બિલાડી બની ગયા.

નોટીસ આપ્યા બાદ પણ એક માસથી પેશકદમી હટી નથી. }વિપુલ લાલાણી

શુ કહે છે અધિકારી..?

બાબતેસિંહ ગર્જનાં કરનાર અધિકારી શાહ સાથે વાત કરતાં તેમણે જણાવેલ કે પેશપદમી દુર કરવા માટે પોલીસને રીપોર્ટ કરેલ છે. પણ અમારી પાસે હાલમાં એમબી લખી શકે તેવો કોઇ અધિકારી નથી. જેથી તે બધુ કામ મારે જાતે કરવું પડે તેમ છે અને જો આમ કરજા જોઇએ તો રોડનાં ચાલતા કામો અટકી જાય તેમ છે. જેથી તમો જિલ્લા લેવલે ભલામણ કરીને એમ.બી.લખી શકે તેવો એસ.ઓ.ને તાત્કાલીક મુકાવો જેથી કામ આગળ વધે.

તંત્રને રાજકારણનું ગ્રહણ લાગ્યાની ચર્ચા : નોટિસની મુદત પુરી થયા બાદ પણ અધિકારીઓ ફરક્યાં

અન્ય સમાચારો પણ છે...