મોટી મોણપરી ગામે કૂતરાંથી બચવા રોઝ મકાનમાં ઘૂ્સ્યું
વિસાવદરનાંમોટી મોણપરી ગામે આજે સવારે એક માદા રોઝની પાછળ શિકાર કરવાના ઇરાદે કુતરાઓ દોડતા જીવ બચાવવા એક મકાનમાં ઘૂસી ગયું હતું.
વિસાવદરનાં મોટી મોણપરીમાં આજે સવારનાં અરસામાં 7 થી 8 કુતરાઓ શિકાર કરવાનાં ઇરાદે માદા રોઝ પાછળ દોટ મૂકતા જીવ બચાવવા પ્લોટ વિસ્તારમાં આવેલ મનસુખભાઇ સમજુભાઇ ઝાલાવડીયાનાં મકાનમાં ઘૂસી ગયુ હતું. કુતરાઓને કયાંથી ભગાડી મનસુખભાઇ મકાનનો દરવાજો બંધ કરી જઇ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર બી.જી.મહેતા, એમ.બી.સોલંકી સહિતનાં સ્ટાફે સ્થળ પર દોડી જઇ તપાસ કરતા રોજનાં પગ, પેટ અને ગળાનાં ભાગે ઇજા હોવાનું જણાતા સાસણની રેસ્કયુ ટીમને બોલાવી લેતાં ડો.કમાણીએ ઇન્જેકશન આપી બેભાન કરી સારવાર આપી હતી. ત્યારબાદ જંગલમાં મૂક્ત કરી દેવાયું હતું. જો કે, રોઝ મુક્ત કર્યા બાદ વનવિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉભા મોલનાં દુશ્મન રોઝ પ્રત્યે પણ પ્રેમ
ઉભામોલનેજંગલી ભૂંડ, નીલગાય, રોઝડાઓ નુકશાન પહોંચાડે છે અને ખેડૂતો માટે સૌથી મોટુ દુશ્મન હોવા છતાં મોટી મોણપરીનાં ખેડૂતે તેનો જીવ બચાવી પશુ પ્રત્યેનો પ્રેમ બતાવ્યો હતો.
સાસણની ટીમે સારવાર આપી જંગલમાં મૂક્ત કર્યુ /- વિપુલલાલાણી