તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી જિલ્લાનુ મુખ્ય મથક હોવા છતા આઝાદીના દાયકાઓ બાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાનુ મુખ્ય મથક હોવા છતા આઝાદીના દાયકાઓ બાદ પણ રેલવે બ્રોડગેજ લાઇનથી વંચિત હતુ ત્યારે આ પ્રશ્ને સરકારમા અવારનવાર રજુઆતો કરવામા આવતા ચાલુ વર્ષે બજેટમા ઢસા વિસાવદર માટ 250 કરોડ અને ખીજડીયા વિસાવદર લાઇન માટે 10 કરોડની ફાળવણી કરી છે.

વર્ષ 2018-19ના બજેટમા વિવિધ યોજના નેટવર્ક માટે નાણાની ફાળવણી કરવામા આવી છે. આઝાદીના દાયકાઓ બાદ અમરેલી શહેરમા મીટરગેજ રેલવે લાઇન હોય બ્રોડગેજમા પરિવર્તિત કરવા સરકારમા વર્ષોથી રજુઆતો કરવામા આવી રહી હતી. બે વર્ષ અગાઉ બજેટમા આ બધી યોજનાઓના પ્લાન એસ્ટીમેન્ટ બનાવવા તેમજ સર્વે કરવા રકમની ફાળવણી કરવામા આવી હતી.

ત્યારબાદ સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા રેલવે મંત્રી પિયુષ ગોયેલને રજુઆતો કરવામા આવતા આ યોજનાઓને આગળ ધપાવવા રકમ મંજુર કરવામા આવી હતી. વર્ષ 2018-19ના બજેટમા ઢસા વિસાવદર 170 કિમી રેલવે બ્રોડગેજ લાઇનની યોજના જે કુલ 425.59 કરોડનો ખર્ચ છે તે માટે સરકારે 250 કરોડની ફાળવણી કરી છે. જયારે ખીજડીયા વિસાવદર 91.28 કિમી રેલવે લાઇન બ્રોડગેજ પરિવર્તિત કરવાની યોજના 547.62 કરોડની છે તે માટે 10 કરોડની ફાળવણી કરવામા આવી છે. ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રીના શાસનમા તેમજ કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલાના પ્રયાસોથી અમરેલી શહેરને આગામી દિવસોમા રેલવે બ્રોડગેજની સુવિધા મળતી થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...