• Gujarati News
  • વિસાવદર ધારી બાયપાસનું અટકી ગયેલ કામ પૂર્ણ કરવા તંત્રએ કમરકસી

વિસાવદર-ધારી બાયપાસનું અટકી ગયેલ કામ પૂર્ણ કરવા તંત્રએ કમરકસી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવાદરતાલુકાનો પ્રાણ પ્રશ્ન બની ગયેલ ટ્રાફિકની સમસ્યાનો હલ સ્વરૂપ વિસાવદર-ધારી બાયપાસનું રાજકીય આગેવાનોની મહામહેનતે મંજૂરી મેળવેલ અને કામ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આગળ વધતુ હતુ અને અટકી ગયેલ હતું. જેથી કામને ફરી શરૂ કરાવવા માટે દિવ્ય ભાસ્કર સમાધાન હળી મળીને ભાજપ-કોંગ્રેસ અને અન્ય આગેવાનો સાથે રાખીને અટકી ગયેલ કામને ફરી શરૂ કરાવવાની ઝૂંબેશ ચલાવેલ. જેમાં યોગ્ય સફળતા મળેલ છે અને દોઢથી બે માસમાં કામ ફરી શરૂ થઇ જશે તેમ તંત્રનાં અધિકારીઓએ જણાવેલ છે.

વિસાવદરની મેઇન બજાર સાંકળી અને તે રોડમાં માર્કેટ તથા તાલુકાભરમાંથી આવતા લોકોનાં ખરીદી માટે આવતા હોય. જેના લીધે સવાર અને સાંજનાં સામયે મેઇન બજારમાં ટ્રાફિકજામનાં દ્રષ્યો રોજીંદા બની ગયેલ. ટ્રાફિકને હલ કરવા માટે એકધ વિકલ્પ વિસાવદર-ધારી બાયપાસ રોડ હતો. બાયપાસની મંજૂરી માટે હાલનાં જિલ્લા ભાજપ અને પૂર્વ મંત્રી કનુભાઇ ભાલાળાએ ભેખધારણ કર્યો હોય તેમ સતત પચીસ વર્ષ સુધી મંજૂરી માટે મહામહેનત કરેલ અને અંતે મંજૂરી પણ લઇ અાવેલા. ત્યારબાદ રેલ્વે દ્વારા અંડરબ્રિજનું કામ શરૂ કરી પુરૂ પણ કરી દેવામાં આવેલ પણ ત્યારબાદ આગળનું કામ આરએન્ડબી વિભાગે કરવાનું હતું. જે એક વર્ષ કરતા પણ વધુ સમયથી અટકી ગયેલ હતું. જેના કારણે શહેરની મેઇન બજારનાં નબળા રોડ અને ભૂગર્ભ ગટરનાં ધીમીગતિના કામને લીધે શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો હતો. પ્રશ્નનાં હલ માટે અને બાયપાસનાં અટકી ગયેલ કામને ફરી શરૂ કરાવવા માટે દિવ્ય ભાસ્કર સમાધાન હળી મળીને ઝૂંબેશ ઉપાડતા આજે તેને યોગ્ય સફળતા મળેલ છે. જેમાં પ્રથમ વિસાવદરનાં કોંગી યુવા ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાને સાથે રાખીને તંત્રમાં અને ગાંધીનગર મંત્રીઓને મળી અને લેખિતમાં જાણ કરવામાં આવેલ કે અટકી ગયેલ કામને તાત્કાલિક ધોરણે શરૂ કરવાની રજૂઆત કરેલ. ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ લલીતભાઇ ભટ્ટ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાડોદરીયાએ સાંસદ તથા તંત્રમાં રજૂઆત કરેલ. ત્યારબાદ પીઆઇ એ.જે.ઝાલાએ કામ ફરી તાત્કાલિક શરૂ કરવા માટે આરએન્ડબી વિભાગને લેખિતમાં જાણ કરવાનું જણાવેલ. ત્યારબાદ બાબતે આરએન્ડબી વિભાગનાં અધિકારીઓ સાથે આજરોજ વાત કરતા તેમણે નીચે મુજબનાં જણાવેલ.

બાયપાસનું કામ શરૂ થવાની બાંહેધરી મળતા લોકોએ રાહત અનુભવી

શું કહે છે અધિક ઇજનેર

અાઅંગેરાજકોટ ખાતે અધિક ઇજનેર વાય.એમ.ચાવડા સાથે વાત કરતા તેમણે જણાવેલ કે વિસાવદરધારી બાયપાસનું અટકી ગયેલ કામ ફરી શરૂ કરવાની અને અધુરા કામની પ્રક્રિયા પુરજોશમાં ચાલુ છે અને કામને ટેન્ડર પણ અઠવાડીયામાં બહાર પડી જશે અને દોઢથી બે માસમાં વર્કઓર્ડર પણ આપી દેવામાં આવશે કામની અવધી પણ માસની રાખવામાં આવેલ છે.

શુંકહે છે ડે.ઇજનેર

બાબતેજૂનાગઢ ડે.ઇજનરે એ.એન.પટેલ સાથે વાત કરતા તેમણે જણાવેલ કે કામ માટે ત્રણ કરોડ મંજૂર થયેલા હતા જેમાં રેલ્વે વિભાગનાં કામમાં 2.58 લાખનો ખર્ચ થઇ ગયેલ ત્યારબાદ બનેલ પુલની ડિઝાઇન તપાસમાં ગયેલ અને ત્યારબાદ ગઇકાલે ગાંધીનગર ખાતે રીવાઇઝ મંજૂરી માટે ફાઇલ પહોંચાડેલ છે જે મંજૂરી આવી જતાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કરની પહેલ : આગેવાનો અને લોકોની સફળ રજૂઆતથી

સમાધાન હળીમળીને

બાયપાસ બનાવો

दैनिक भास्कर¾