તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Visavadar
  • વિસાવદરનાં જાંબુડી થી રામપરાનાં નવા બનેલ રોડનાં કામમાં ભ્રષ્ટાચાર

વિસાવદરનાં જાંબુડી થી રામપરાનાં નવા બનેલ રોડનાં કામમાં ભ્રષ્ટાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્ગઅને મકાન વિભાગ દ્વારા કરાયેલ વિસાવદર તાલુકાના જાંબુડી થી રામપરાનાં નવબ બનેલા રોડનાં કામમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા ભષ્ટ્રાચાર થયેલ હોય અને કામ એસ્ટીમેટ પ્રમાણે થયા હોવાની બુ આવતા જાંબુડીના સરપંચ લાલજીભાઇ કોટડીયા દ્વારા લેખીતમાં ફરીયાદ કરવામાં આવતા સરકારી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. અંગે ની પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં ત્રણેક માસ પહેલા વિસાવદરની સ્થાનિક માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા જાંબુડી થી રામપરા જવા માટેનો પેવર રોડ બનાવવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વાર બનાવામાં આવેલ રસ્તામાં સ્થાનીક અધિકારીઓ દ્વારા ભષ્ટ્રચાર કરી રોડનું એસ્ટીમેટ પ્રમાણે કામ થયુ હોવા અંગે જાંબુડી ગામનાં સરપંચ લાલજીભાઇ કોટડીયાએ લેખિતમાં ફરીયાદ કરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે રોડના કામમાં થોડા સમયમાં લોટ પાણી અને લાકડા કરવામાં આવેલ હોય તે રીતે રોડમાં ગાબડા પડી ગયા છે. અને નબળી ગુણવતાનો માલ વપરાયેલ હોય તેવું દેખાઇ રહયુ છે. બાબતની તપાસ કરવા રોડના પેવરના નમુના લઇ કવોલીટી કંટ્રોલ તથા ગેરીમાં મોકલવા માટે જુદા જુદા વિભાગોમાં લેખીત ફરીયાદ કરતા સરકારી અધિકારીઓમાં ખળભળાટ મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...