તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદર હોસ્પિટલનાં ડો.પનારાની દાહોદ બદલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદરશહેર ભાજપ પ્રમુખ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ કરનાર સરકારી હોસ્પિટલનાં અધિક્ષક ડો.પનારાની શનિવારે દાહોદ ખાતે બદલીનો ઓર્ડર આવતા શનિવારે અચાનક રજા પર ઉતરી ગયા હતા.

ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઇ ડોબરીયાને ગત તા.16/6નાં રોજ રાત્રીનાં પોતાનાં સંબંધીની તબીયત બાબતે ડો.દિપેન પનારા અને પ્રમુખ ઘનશ્યામ ડોબરીયા વચ્ચે માથાકુટ થયા બાદ સમાધાન પણ થઇ ગયું હતું. પરંતુ બીજે દિવસે સવારથી ડોકટર તથા સમગ્ર સ્ટાફ હડતાળ પર ઉતરી શહેર ભાજપ પ્રમુખ સામે ફરિયાદ કરવાની માંગણી કરી હતી.બાદમાં તા.17નાં રોજ ડો.દિપેન પનારાની પોલીસે ફરિયાદ લઇ શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ ડોબરીયા સામે ફરજમાં રૂકાવટ તથા ભુંડી ગાળો આપવાનો ગુનો દાખલ થયેલ હતો. ગુનો દાખલ થયા બાદ ડોકટરની હડતાળ સમેટાઇ ગઇ હતી. બાદમાં શનિવારે હોસ્પિટલનાં અધિક્ષક ડો.પનારાની દાહોદ જિલ્લા પંચાયતનાં હેડે બદલીનો ઓર્ડર આવ્યો હતો. જે બાદ ડો.પનારા અચાનક રજા પર ઉતરી ગયા છે. હવે માત્ર એક ડોકટરથી ગાડુ રોડવવાનું રહ્યું છે.

ડો.પનારાએ તા.4/3/16નાં રોજ દિવ્યકાંત જોષીનાં એકવર્ષનાં પુત્ર કપીલને ટાંકા તોડવાની બેદરકારી રાખી ઉદ્ધત વર્તન કરી ફરજમાં બેદરકારી દાખવી હોવાનાં આક્ષેપ સાથે વકીલ મારફત રૂ.5 લાખનાં વળતરની માંગણી સાથે નોટીસ મોકલી છે. ત્યારે ડો.પનારા મેંદરડા સહિતનાં અનેક વિવાદોથી ઘેરાયેલા છે ત્યારે વધુ એક વિવાદ થયા છે.

શહેર ભાજપ પ્રમુખ સામે ફરિયાદ કરનાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો