• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Visavadar
  • બાંધકામ શાખાનાં હંગામી કર્મચારીની બદલી કરી પણ ફરી જગ્યાએ મૂકવો પડ્યો

બાંધકામ શાખાનાં હંગામી કર્મચારીની બદલી કરી પણ ફરી જગ્યાએ મૂકવો પડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી બે દિ’ની રજા પર ઉતરી ગયા

પોલિટીકલ રીપોર્ટર | વિસાવદર

વિસાવદરકોંગ્રેસ શાસીત તાલુકા પંચાયતની ફરી આજ કારોબારીની સામાન્ય સભા રાખવામાં આવી હતી. જેમાં નારાજ તમામ સભ્યોને મનાવવા તેની માંગણી મુજબ બાંધકામ શાખાના હંગામી કર્મચારીને બદલાવવાની વાત હતી. તે મુજબ ટી.ડી.ઓ.એ તા.6ના રોજ તેનુ ટેબલ ફેરવી નાખ્યુ પરંતુ ટીડીઓ ઉપર પ્રેસર આવતા તા.7ના રોજ ફેરવેલ હંગામી કર્મીને તે ટેબલનો ફરી ઓર્ડર કરવામાં આવ્યો છે. તા.પં.ની કારોબારી સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઇ નિમાવતના અધ્યક્ષ સ્થાને ગત તા.30ના રોજ મળેલ બેઠકમાં તમામ સભ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસના ભંગાણ થયાના અહેવાલ આવ્યા બાદ ફરી તા.8ના રોજ બેઠક બોલાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નારાજ સભ્યોની માંગણી મુજબ હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા સિનિયર વર્ક આસીસ્ટન્ટ ભાટીયાની તેના ટેબલ પરથી બદલી કરવામાં આવે તો મીટીંગ સભ્યો હાજર રહેશે. જેથી કોંગી આગેવાનોએ ટીડીઓ પર દબાણ કરતા ટીડીઓએ તા.6ના રોજ બાંધકામ વર્ક આસી. ભાટીયાને. બદલી તેને ઇન્વર્ડ, રજીસ્ટ્રી, તગાવી, એ.ડી.એમ.નો ટેબલ સંભાળવાનો ઓર્ડર કરી દીધો હતો. પરંતુ સામાપક્ષે ઓર્ડર રદ કરાવવા માટે ટીડીઓ પર ફરી પ્રેસર આવતા ટીડીઓ વ્યાસે તા.7ના રોજ ફરી ભાટીયાનો ઓર્ડર કરેલ તે રદ કરી તેને બાંધકામના વર્ક આસી.નો ઓર્ડર કરવો પડયો હતો. પરંતુ કોંગ્રેસના નારાજ સભ્યોને વાતથી તા.8ની કારોબારી બેઠક સુધી અજાણ રાખવામાં આવ્યા છે. કારણે વાતની જાણ થાય તો ફરી આજની બેઠકમાં ભડકો થાય તેમ હતો. અને વાત માત્ર ટીડીઓ જાણતા હતા.

તાલુકા પંચાયતનાં કારોબારીના સભ્યોને મનાવવા

અન્ય સમાચારો પણ છે...