તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્તામાં કોઇ પરિવર્તન નહીં, શાસન કોંગ્રેસ પાસે રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટીકલ રિપોર્ટર | વિસાવદર

વિસાવદરપાલિકાની એક બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવારનો 360 મતની લીડથી વિજય થયો હતો.

વિસાવદર પાલિકા વોર્ડ નં.1 નાં ભાજપનાં સદસ્ય ઇલ્યાસભાઇ મોદીએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી એક બેઠકની પેટાચૂંટણી યોજાયેલ અને 63 ટકા જેવું મતદાન થયું હતું.

મંગળવારે મામલતદાર કચેરીએ મતગણતરી હાથ ધરાતા ભાજપનાં વિશાલ રીબડીયાને 889, કોંગ્રેસનાં નલીન સાવલીયાને 529 અને 13 મત નોટામાં પડતાં ભાજપનાં ઉમેદવારનો 360 મતની લીડથી વિજય થયો હતો. કોંગ્રેસનાં નોટબંધીનાં વિરોધને બહુમતી મતદારોએ નકાર્યો હતો. ભાજપનાં કાર્યકરોએ વિજયી સરઘસ કાઢી સરદાર પટેલ અને ડો.આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...