• Gujarati News
  • વિસાવદરમાં 90થી વધુ વ્યસન મુક્તિના લીધા શપથ

વિસાવદરમાં 90થી વધુ વ્યસન મુક્તિના લીધા શપથ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરમાંગઈકાલે સાવરકુંડલાનાં દાદાબાપુનો વ્યસન મુક્તિ તથા સ્વદેશી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 90 જેટલા લોકોએ વ્યસન ત્યજ્યા હતા.

વિસાવદરમાં મદ્રેસાએ મહિબ નવાઝ કમિટી દ્વારા સાવરકુંડલાનાં પીરે તરિક્ત સરકાર દાદાબાપુ ફાતમીનો વ્યસન મુક્તિ તથા સ્વદેશી ચીજવસ્તુઓનો વપરાશનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 90 લોકોને વ્યસનો છોડાવવાના બાપુએ શપથ લેવડાવ્યા હતા. સાથે સ્વદેશી અભિયાન અંતર્ગત દાદાબાપુએ ઉપસ્થિત લોકોને વિદેશી ચીજવસ્તુઓને કારણે ભારતને કેટલી નુકસાની થાય છે સમજાવ્યું હતું. સ્વદેશી ચીજવસ્તુઓને વધુ પ્રાધાન્યનું જણાવી સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાનાં શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં મુસ્લિમ-હિન્દુ એમ બંને કોમ્યુનિટીનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ આજ સુધી દાદાબાપુએ 80 હજારથી વધુ લોકોને અલગ અલગ ગામોમાં આવા કાર્યક્રમો યોજીને વ્યસન મુક્તિ તથા સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનાં શપથ લેવડાવ્યા છે.

{જીવાપરા વિસ્તારમાં કાર્યક્રમમાં કોમીએકતા

વ્યસન મુક્તિ અભિયાન / વિપુલલાલાણી

સરાહનીય | સાવરકુંડલાનાં દાદાબાપુની ઉપસ્થિતીમાં