તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારની બેવડી નિતી સામે ગીરનાં માલધારીઓની આંદોલનની ચિમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીરમાંરહેતા તથા આસપાસનાં ગામોમાં વસવાટ કરતા માલધારીઓને સરકારે અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરેલ હોય. તે અંગેના જાતિનાં દાખલાઓ મેળવવા માટે પડતી મુશ્કેલી અંગે અનેક રજૂઆતો કરવા છતાં જાતિનાં દાખલાઓની અરજીમાં પુરતા પુરાવાઓ હોવા છતાં નામંજુર કરવામાં આવે છે. જેથી માલધારી સમાજ તા.14 સપ્ટેમ્બરનાં રોજ વિસાવદર મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલનનું બુધવારે અલ્ટીમેટમ આપેલ છે.

વિસાવદર તાલુકાનાં ગીરનાં જંગલ તથા આસપાસનાં વિસ્તારમાં વસવાટ કરતા માલધારી સમાજને જાતિ અંગેનાં દાખલાઓ મેળવવા માટે પડતી મુશ્કેલી અંગે બુધવારે માલધારી સમાજનાં સામતભાઇ કાળાભાઇ મેઘાણી, ધાનાભાઇ આલસુરભાઇ ગુજરીયા, લાખાભાઇ ભીખાભાઇ મેઘાણી, રૂખડભાઇ રાજાભાઇ ભાસળીયા તથા ભાયાભાઇ રામસુરભાઇ ભાભલાએ વિસાવદર મામલતદારને સંબોધીને અંગે આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચિમકી આપેલ છે. જે અંગે માલધારી સમાજનાં આગેવાન સામતભાઇએ જણાવેલ કે સરકારે ગીર, બરડો અને આળીશના માલધારી સમાજને જેમાં ચારણ, રબારી અને ભરવાડ સમાજનાં લોકોને અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરેલ છે. તેમ છતાં અંગેનાં જાતિના દાખલાઓ મેળવવા જતા માલધારી સમાજનાં લોકોએ પુરતા પુરાવા આપવા છતાં અંગેની કમેટી ખોટા કારણો દર્શાવીને નામંજુર કરવામાં આવેલ છે. બાબતે અનેકવાર લેખીત તથા મૌખીક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી ન્યાય મળેલ નથી. તેમજ માલધારી સમાજનાં પૂર્વજો પાસે અનુસુચિત જનજાતિનાં દાખલાઓ હોય તેમનાં વારસદારોને જાતિનાં દાખલાઓ આપવામાં આવતા નથી.સરકાર એક બાજુ માલધારી સમાજનાં બાળકોને અભ્યાસ કરાવવા માટે મહેનત કરી રહી છે. પણ સરકારે સમાજને અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરેલ હોવા છતાં જાતિનાં દાખલાઓના અભાવે અભ્યાસમાં તથા સરકારી નોકરીઓમાં સમાજનાં વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહયો છે. જેથી અન્યાય સામે અનેકોવાર સરકારને લેખિત તથા આંદોલન કરવા છતાં આજદિન સુધી કોઇ યોગ્ય નિર્ણય આવેલ નથી. જેથી આગામી તા.14 સપ્ટેમ્બરને બુધવારના રોજ મામલતદાર કચેરી સામે માલધારીઓ આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસવાનાં છે.

છેલ્લા ઘણા સમયથી બાબતને લઈ માલધારી સમાજ દ્વારા ઘણી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતા કોઈ ઉકેલ આવતા અંતે આંદોલનનો માર્ગ અપનાવવા નક્કી કરાયું છે.

14 સપ્ટેમ્બરથી મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેસી જશે

જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને પગલે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો