DivyaBhaskar News Network
Aug 10, 2018, 04:50 AM ISTવિસાવદરના ચાપરડા ગામે જમનભાઈ તથા વિનુભાઈના પિતા લિબાભાઈ (ઉ.વ.92)નું બિમારીને લીધે 9 તારીખે રાત્રે 1.30 વાગ્યે અવસાન થયું હતું. પતિના નિધનનું વિરહ ખુદ પત્ની લાભુબહેન ન સહન કરી શક્યા. જેને લઈને લાભુબહેન (ઉ.વ.90) નું પણ 9 તારીખે પરોઢિયે 4 વાગ્યે અવસાન થયું હતું. પતિના નિધનના અઢી કલાક બાદ પત્નીએ પણ અનંતની સાથે વાટ પકડી હતી. પતિ-પત્નીએ આમ જિંદગીભર એકબીજાને સાથ આપ્યો. અને સાથે જ જીવનની અંતિમ વિદાય પણ લીધી હતી. 9 તારીખે લિબાભાઈ અને લાભુબહેન બન્નેની અંતિમયાત્રા સાથે નીકળી હતી.