તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદર તાલુકાનાં કાલાવડ ગામે દીપડાનો યુવાન પર હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદરનાંકાલાવડ ગામે બુધવારનાં મોડી રાત્રીનાં ખેતીકામ કરતા યુવાન પર અચાનક દીપડાએ હુમલો કરેલ સારવારમાં વિસાવદર લઇ આવેલ. પગમાં સમાન્ય ઇજા થયેલ હતી. વન વિભાગે પાંજરૂ મુકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સિંહ-દીપડા જેવા હિંસક પ્રાણીઓનાં હુમલો તથા મારણ કરવાનાં બનાવોમાં દિન-પ્રતિદિન વધતા જઇ રહ્યા છે ત્યારે તાલુકાનાં કાલાવડ ગામનાં ભરતભાઇ ચાંદુનું ભાગ્યુ રાખાર દેવીપુજક રમેશભાઇ વેલજીભાઇ (ઉ.વ.35)ને ગતરાત્રીનાં ખેતરે પાણી વાળીને ઝુંપડીમાં સુતા હતા ત્યારેઅચાનક એક ખુંખાર દીપડાએ પગને મોઢામાં લઇ ઢસડવાની કોશિષ કરેલ. અચાનક હુમલો થતાં રમેશભાઇએ હિંમત દાખવીને બીજા પગથી દીપડાને પાટુ મારી અને રાડારાડી કરતા દીપડો ભાગી ગયેલ, ત્યારબાદ રમેશભાઇએ સબંધીને ફોન કરીને જાણ કરતા તેમણે વિસાવદર સરકારી હોસ્પીટલે સારવારમાં લઇ આવેલ.

જયાં પગમાં સામાન્ય ઇજા હોવાથી પ્રાથમીક સારવાર આપીને ઇજા આપી દેવામાં આવેલ. બાબતે વન વિભાગને જાણ કરતા રાજપરા રાઉન્ડનાં ફોરેસ્ટર સીડાભાઇએ દર્દીની મુલાકાત લઇ સ્થળ પર તપાસ કરીને તે દીપડાને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવેલ છે.

દીપડાએ હુમલો કરતા યુવાન સારવારમાં. તસ્વીરવિપુલ લાલાણી

યુવાન સારવારમાં

રેન્જનાં સિંહ-દીપડાની રંજાડ વધતા લોકોમાં ભારે રોષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો