મીટરગેજ ટ્રેન બંધ કરાતાં લડતનાં મંડાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી-વેરાવળ, અમરેલી-જૂનાગઢ અને જૂનાગઢ-દેલવાડા ટ્રેન છેલ્લા 20 દિવસથી રેલ્વે તંત્ર દ્વારા ઊના પાસે રેલ્વે ટ્રેકનું નુકસાન થવાનાં બહાને બંધ કરી દેતાં 3 જિલ્લનાં 8 તાલુકાનાં લાખો લોકો હેરાન થઇ રહ્યાં છે. જેથી વિસાવદર વેપારી મહામંડળ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે રોષભેર આંદોલન શરૂ કરાયું છે. થોડા દિવસોમાં પવિત્ર શ્રાવણમાસ શરૂ થતો હોય જેથી અમરેલી-જૂનાગઢ જિલ્લાનાં લોકોને સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે જવા માટે ખુબ જ ઉપયોગી એવી મીટરગેજ ટ્રેન ગત 16 જુનથી બંધ કરી દેવાઇ છે. ગીર-સોમનાથ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદનાં લીધે ઊના નજીક રેલ્વે ટ્રેકમાં નુકસાન થયું હોવાનું રેલ્વે તંત્ર દ્વારા બહાનું બતાવી તમામ ટ્રેનો બંધ કરી દેવાઇ છે,પણ તાલાલાથી ઊનાનો રેલ્વે વ્યવહાર બંધ કરી શકાય. પરંતુ રેલ્વે વિભાગ દ્વારા મીટરગેજ તમામ ટ્રેનો બંધ કરી દેતાં લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. રજૂઆતો કરવા છતાં આજદિન સુધી રેલ્વે તંત્ર દ્વારા ટ્રેનો શરૂ કરવામાં ન આવતાં વિસાવદર રેલ્વે સ્ટેશન ખાતે ચેમ્બર ઓફ કોમર્સ, સિનીયર સિટીઝન ગૃપ, સમભાવ મિત્રમંડળ, બિલખા ગૃપ, વિશ્વ હિન્દુ પરીષદ, શિવસેના સહિતની સંસ્થાનાં આગેવાનો તથા વેપારી આગેવાનો દ્વારા સોમવારથી પ્રતિક ઉપવાસનો પ્રારંભ કરાયો છે. જેને લઇ રેલ્વે સ્ટેશન ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. રેલ્વેનાં સુત્રોનાં જણાવ્યા મુજબ તમામ ટ્રેનો બે-ચાર દિવસમાં શરૂ થઇ જશે. પરંતુ વિસાવદર આંદોનલ છાવણીની માંગણી મુજબ દેલવાડા-જૂનાગઢ ટ્રેન જુના સમય મુજબ શરૂ કરવા માટે મંડાગાઢ ચાલી રહી છે. આ અંગે દિલ્હી રેલ વિભાગ દ્વારા મંજૂરી મળીયે ચાલુ થાય તેમ હોવાથી જૂનાગઢ સાંસદ આ અંગે અંગત રસ લે તો જ ટ્રેનનાં સમયમાં ફેરફાર શક્ય હોવાનું જાણવા મળે છે.

ભાજપનાં આગેવાનો સામે ભારે નારાજગી
જુનાગઢ લોકસભા બેઠકનાં ભાજપનાં પ્રભારી ગોરધન ઝડફીયા, વસુબેન ત્રિવેદ, નિતીન ભારદ્વાજ અને ભરતસિંહ ગોહિલ સહિતનાં ભાજપનાં આગેવાનોની સોમવારે બેઠક મળી હતી. જેમાં લોકોનાં પ્રશ્નનો તાત્કાલીક નિરાકરણ માટેનું આયોજન હતું. જેમાં અમુક આગેવાનોએ રેલ્વે તંત્રની સામે શરૂ થયેલા આંદોલન વેપારીઓ દ્વારા ચલાવવામાં આવતું હોય અને તે માંગણી યોગ્ય હોય, જેથી તે અંગે યોગ્ય કરવા રજૂઆત કરી હતી. ‌ત્યારે ભાજપનાં એકપણ આગેવાને ઉપવાસી છાવણીની મુલાકાત લેવાની દરકાર ન લેતાં આંદોલન કારીઓમાં ભાજપી આગેવાનો પર રોષ જોવા મળ્યો હતો.

બંધ ટ્રેનો શરૂ કરી જૂના સમય મુજબ ચલાવો
તાલાલા રેલવે સ્ટેશન સામે છાવણી નાંખી લડતનાં મંડાણ શરૂ કરાયા છે. હિતરક્ષક સમિતી દ્વારા બંધ ટ્રેનોને લઇ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને તાલાલા રેલ્વે સ્ટેશનથી પસાર થતી તમામ ટ્રેનોને જુના સમય મુજબ દોડાવા માંગ કરાઇ છે. આ ઉપવાસી છાવણીની ગુજરાત જન અધિકાર મંચનાં આગેવાનોએ મુલાકાત લઇ ટેકો જાહેર કર્યો હતો.

વિસાવદર અને તાલાલા રેલવે સ્ટેશન સામે છાવણી નંખાઈ.તસવીર-જીતેન્દ્ર માંડવીયા

વિસાવદર

તાલાલા

અન્ય સમાચારો પણ છે...