તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીર જંગલમાં રહેતા માલધારીઓ આજે પણ સરકારી સહાયથી વંચીત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીરજંગલમાંવસતા માલધારીઓને સરકારી સહાયો અને યોજનાઓનો એકપણ લાભ નેસોનાં માલધારી સમાજને મળતો નથી જે સરકારે સુત્ર બહાર પાઠવ્યું છે કે આજે માલધારી સમાજ જાણીતો પણ નથી. ગીરનું જંગલ અને તેમાં વસવાટ કરતાં સિંહો આજે દેશ-દુનિયામાં સુપ્રિધ્ધ છે અને તેના નામે આજે ગુજરાતની સરકાર અને લોકો ગૌરવ લઇ રહ્યા છે. પરંતુ આજે ગીરનાં જંગલમાં વસતા માલધારીઓની શું હાલત છે. તે જોવાની જરાપણ કોઇ દરકાર પણ કરતું નથી. આજે દેશ આઝાદ થયા છે 70 વર્ષ જેટલા સમય વિતી ગયેલ છે અને આજે ગુજરાત પ્રગતિનાં શિખરો સર કરી રહ્યું છે અને પ્રગતિનાં નામ પર આજે ભાજપ સરકારનાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનેલ છે. તેવા રાજયોમાં આજે ભાજપ સરકારે પોતાની સરકાર બનાવી લીધેલ છે. જયાં ભાજપની એક પણ સીટ હતી તેવા રાજયોમાં વિકાસનાં નામે સરકાર બનાવી લીધેલ છે. જેમાં ઉજ્જવલા યોજના, ઘર-ઘર શૌચાલય જેવી યોજનાનાં નામે લોકોએ ભાજપ પાર્ટીને ભરપુર મતો આપીને વિજેતા બનાવેલ છે. ત્યારે આજે ગતિશીલ ગુજરાતમાં જેના નામ પર આજે ગુજરાત સરકાર અને લોકો જેનું ગૌરવ રહ્યા છે તેવા ગીર જંગલનાં સાચા રક્ષક માલધારીઓ આજે પણ ગુલામીભર્યું જીવન જીવી શૌચાલય યોજના સરકારે બહાર પાડેલ છે ત્યારે યોજનાની સાચી જરૂરીયાત નેસોનાં માલધારીઓને જરૂર હોય છે. અને તે યોજનાથી વંચીત રહી જાય છે. સરકાર દ્વાર આજ સુધીમાં અમોને કોઇ સુવિધા આપવામાં આવેલ નથી. માત્ર ગત વર્ષે અમુક રકમ ભરીને દુધ ભરવાનાં કેનો અને સોલાર લાઇટ સિવાય કાંઈ મળ્યું નથી. આઝાદીનાં 70 વર્ષ બાદ પણ ગીર પંથકમાં રહેતા મલધારીઓને આજ સુધી સરકારી સહાય મળી નથી.

સહાય માત્ર શહેરો-ગામડાનાં લોકો માટે ? માલધારીઓ માટે કેમ નહીં ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો