તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Visavadar
  • Visavadar જીરા, ગઢીયાપાતળા, ખાંભા, વિસાવદર વિસ્તારનાં 13 સાવજનાં સેમ્પલ લેવાયા

જીરા, ગઢીયાપાતળા, ખાંભા, વિસાવદર વિસ્તારનાં 13 સાવજનાં સેમ્પલ લેવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલખાણીયા રેન્જમાં 23 સિંહોનાં મૃત્યુ બાદ વન તંત્ર જાગ્યું છે. તેમજ જુદી-જુદી તબીબોની ટીમની મદદથી સિંહની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળ મુખ્ય વન સરંક્ષકે જણાવ્યું હતું કે, સેમરડી વિસ્તારમાંથી 33 સિંહોને આયસોલેડ કરીને રાખવામાં આવ્યા છે. તમામ સિંહો સ્વસ્થ પરિસ્થિતીમાં છે. ટીસ્યુ ચકાસણીનાં રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રોણીયા અને સેમરડી વિસ્તારમાં ચકાસણી પૂર્ણ કર્યા બાદ બીજા તબક્કાની કામગીરી નવા વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે. જેમાં રોણીયા વિસ્તારનાં પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ભાગ સ્થાયી થયેલા જુદા-જુદા સિંહ જુથનાં પ્રતિનિધિત્વ કરતા સિંહની ચકાસણીની કામગીરી ગત રાત્રીથી શરૂ કરવામાં આવી છે. જેના આધારે જીરા ગામ, ગઢીયાપાતળા, ખાંભા અને વિસાવદર વિસ્તારમાં 13 સિંહનાં ચકાસણી અર્થે સેમ્પલ લઇને એનઆઇવી પુના, આઇવીઆરઆઇ ઇજ્જતનગર, જૂનાગઢ વેટરનરી કોલેજ, ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટર ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ મળ્યા પછી આગળની વ્યુહ રચના કરવામાં આવશે. તેમજ સાવચેતીનાં ભાગરૂપે પ્રતિકારક વેકસીનનાં 300 ડોઝ તા.5 ઓક્ટોબરનાં મોડી સાંજ સુધીમાં અમેરીકાથી જૂનાગઢ આવી પહોંચશે. પશુ નિષ્ણાંતોની હાજરી અને રેસ્કયુ હેઠળ સિંહ જુથની ચકાસણી રિપોર્ટને ધ્યાને લઇ રસીકરણ અંગે સ્થળ ઉપર નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...