તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસાવદરનાં માંડાવડ પાસે ધ્રાફડ નદીમાં મહાકાય મગર દેખાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાં જૂનાગઢ રોડ પર માંડાવડ નજીક રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી ધ્રાફડ નદીમાં મંગળવારે સવારે મહાકાય મગર જોવા મળતાં લોકોમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયો હતો. આ અંગેની જાણ થતાં જ વન તંત્રનાં સ્ટાફે સ્થળ પર પહોંચી પકડવાની તજવીજ હાથ ધરેલ પરંતુ મગર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. મગરને જોવા પુલ પર વાહનોનાં થપ્પા અને લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતાં. અહીંયા નાના-મોટા સૌ કોઇ ન્હાવા જતાં હોય અને મહિલાઓ કપડા ધોવા આવતી હોય આ મગરને પકડવા વનતંત્રએ કાર્યવાહી કરવી જોઇએ એમ ગ્રામજનોનું કહેવું છે. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...