તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનતંત્ર, PGVCL, આરએન્ડબીને લગતાં પ્રશ્નો અદ્ધર તાલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે ભારતીય કિસાન સંઘનાં આગેવાનો અને ખેડૂતોને સાથે રાખે વિસાવદર મામલતદારને આવેદન આપી વનતંત્ર, પીજીવીસીએલ અને આર.એન્ડ.બીને લગતા અનેક પ્રશ્નોની કડક રજૂઆત કરવામાં આવેલ. ભારતીય કિસાન સંઘ શનિવારે સવારનાં 11:30 વાગ્યે વિસાવદર મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી આવેદનપત્ર આપવા આવેલ. મામલતદારને આવેદનપત્ર આપી સ્થળ પર જ જવાબદાર અધિકારીઓને બોલાવવાની વાત કરી મામલતદારની ચેમ્બરમાં જ ના ડે.ઇજનેરને ઓફિસે બોલાવીને ખેડૂતોનાં પ્રશ્નો સાંભળવા પડેલ. ખેડૂતોનાં પાકને હાલ સુવર અને રોઝનાં ત્રાસ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે અને 50 થી 60 ટકા સુધીનું પાકને નુકસાન કરી રહ્યાં છે અને જંગલ બોર્ડરનાં ખેડૂતોને માત્ર મેડા આપવામાં આવે છે. પરંતુ જ્યાં-જ્યાં સિંહ-દીપડાની વસ્તી હોય તેવા તમામ ખેડૂતોને મેડાની સહાય આપવી. તાલુકાનાં આર.એન્ડ.બી.નાં મોટાભાગનાં ડામર રોડ તુટી ગયેલ છે. તે તાત્કાલીક બનાવવા અને નવા બનાવેલ રોડ તુટી ગયા હોય તેનો સર્વે કરી જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા, સરકાર દ્વારા જમીન માપણી કરવામાં આવેલ છે. જેમાં 80 થી 90 ટકા ભુલો છે, તો આવી ભુલોવાળી માપણી રદ કરી સંતોષકારક માપણી કરવી.

તેમજ તાલુકામાં પાકવીમામાં ઘણી વિસંગતતાં છે અને ઘણાં ગામડાઓને પાકવીમો મળેલ નથી તો આવા ગામડાઓનો રી-સર્વે કરી વીમો આપવો. જેવા અનેક મુદ્દાઓની રજૂઆત કરવામાં આવેલ અને જો આ તમામ મુદ્દાનો તાત્કાલીક યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે. તેમ કિસાન સંઘનાં આગેવાનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...