• Home
  • Saurashtra
  • Junagadh District
  • Visavadar
  • Visavadar - વિસાવદરનાં સત્તાધાર નજીક કુવામાંથી પ્રેમ પરાનાં વિપ્ર યુવાનનો મૃતદેહ મળ્યો

વિસાવદરનાં સત્તાધાર નજીક કુવામાંથી પ્રેમ પરાનાં વિપ્ર યુવાનનો મૃતદેહ મળ્યો

પીએમ રીપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:15 AM
Visavadar - વિસાવદરનાં સત્તાધાર નજીક કુવામાંથી પ્રેમ પરાનાં વિપ્ર યુવાનનો મૃતદેહ મળ્યો
વિસાવદરનાં સત્તાધાર નજીક કુવામાંથી પ્રેમપરાનાં વિપ્ર યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર પ્રસરી છે. સત્તાધારથી જાંબુડી તરફનાં જતા માર્ગ પર આંબાજળ નદીની અંદર આવેલા એક કુવામાં પુરૂષનો મૃતદેહ જોવા મળતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા પ્રેમપરાનાં રાહુલ પ્રવિણભાઇ ભટ્ટ (ઉ.વ.30)નો હોવાનું ખુલ્યુ હતુ. મૃતકનાં લગ્ન થયા બાદ છુટાછેડા થઇ ગયા હતા અને તેના પિતા નિવૃત્ત આચાર્ય છે. મૃતદેહ સાવ કોહવાય ગયેલી હાલતમાં હોય પીએમ માટે જામનગર ખસેડાયો હતો. પીએમ રીપોર્ટ બાદ મોતનું ચોકકસ કારણ જાણવા મળશે.

X
Visavadar - વિસાવદરનાં સત્તાધાર નજીક કુવામાંથી પ્રેમ પરાનાં વિપ્ર યુવાનનો મૃતદેહ મળ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App