Divya Bhaskar

Home » Saurashtra » Junagadh District » Visavadar » Visavadar - મોણીયામાં મેટલ રોડનાં કામનું બિલ ટકાવારી આપ્યા વિના પાસ નથી કરાતું

મોણીયામાં મેટલ રોડનાં કામનું બિલ ટકાવારી આપ્યા વિના પાસ નથી કરાતું

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:15 AM

વિસાાવદર તાલુકા પંચાયતનાં સભ્યએ ડીડીઓને કરી રજૂઆત

  • Visavadar - મોણીયામાં મેટલ રોડનાં કામનું બિલ ટકાવારી આપ્યા વિના પાસ નથી કરાતું
    વિસાવદર તા.પં.ની મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારે માજા મુકી હોય તેમ રોજે-રોજ કૌભાંડ બહાર આવી રહ્યાં છે. મોણીયા ગામે રહેતાં તા.પં.સભ્ય પ્રભુદાસ સતાસીયાની ગ્રામ પંચાયતે મોણીયાથી લેરીયા ગામ સુધીનો મેટલ રોડ દોઢ વર્ષ પહેલા બનાવ્યો હતો અને સાથે જંગલ કટીંગનું કામ પણ કર્યુુ હતું. જે પણ પૂર્ણ થયું છે પરંતુ તેમનું બિલ આજદિન સુધી પાસ કરવામાં આવ્યું નથી. જે અંગે અનેક વખત રજૂઆતો કરી છે છતાં બિલ મંજૂર કરાયું નથી. આ અંગે આ યોજનાનાં એપીઓ ધકાણને પુછતાં તેમણે સાફ શબ્દમાં કહ્યું હતું કે જો તમારે બિલ પાસ કરાવવું હોય તો ટકાવારી આપવી પડશે. અમારે જિલ્લા સુધી આ ટકાવારી પહોંચાડવાની હોય છે. જેથી પ્રભુદાસે શનિવારે ડીડીઓને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા અનુસાર મેટલ રોડ નિયમ મુજબ જ બનાવાયો છે તો અમારે ટકાવારી આપવાની થતી નથી. જ્યારે તાલુકામાં અન્ય અનેક મેટલ રોડ નિયમ મુજબ બન્યા છે. જેમનાં બિલ ટકાવારી આપીને થઇ જાય છે તો અમારા બિલો કેમ નથી થતાં. હવે જોવું રહ્યું કે મેટલ રોડનાં કામનું બિલ ટકાવારી આપ્યા વિના જ પાસ થાય છે કે કેમω

    કરાયેલા આક્ષેપો પાયા વિહોણા: એપીઓ

    આ અંગે એપીઓ હેમંત ધકાણે જણાવ્યું હતું કે આક્ષેપો પાયા વિહોણા છે. અરજદાર તા.પં.નાં સભ્ય છે બિલને લઇ સરપંચ કે ગ્રા.પં.નાં કોઇ સદસ્ય મારી પાસે આવ્યા નથી. તા.પં.નાં સભ્યને આ કામ સાથે કંઇ લાગતું વળગતું નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending