તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Visavadar
  • વિસાવદરનાં પૂર્વ ધારાસભ્યની પુત્રીનું કુવામાં પડી જતાં મોત નિપજ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદરનાં પૂર્વ ધારાસભ્યની પુત્રીનું કુવામાં પડી જતાં મોત નિપજ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાંપુર્વ ધારાસભ્ય અને રાજયનાં પુર્વ મંત્રી કનુભાઇ ભાલાળાની પુત્રી ગીતાબેન વઘાસીયા (ઉ.વ.30) મોટા કોટડા ગામે આવેલ પોતાનાં ખેતરે પતિ નિલેશભાઇ સાથે સવારનાં સમયે પાકમાં દવા છંટકાવની કામગીરી માટે ગઇ હતી અને દવા છંટકાવની કામગીરી દરમ્યાન પમ્પમાંથી પાણીની જરૂરત પડતા પાસે રહેલા ખુલ્લા કુવામાં નજીકમાં રાખેલ પથ્થર પર પગ રાખી પાણી સિંચી રહ્યા હતા. તેવામાં અચાનક પગ લપસી જતાં ગીતાબેન કુવામા પડી ગયા હતા અને અંદર રહેલ પીઢથી માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મોત નિપજયું હતુ. જેથી પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી અને તેમનાં લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. મૃતકને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળેલ છે. પૂર્વ ધારાસભ્યની પુત્રીનાં આકસ્મીક મોતનાં સમાચારથી પંથકમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો