તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળીયામાં દલિત યુવાનને દવા પીવડાવી આપઘાત કરાવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાળીયાનાંદલિત યુવાનને વાડીએ બોલાવી તેને દવા પીવડાવી આપઘાત કરાવ્યાનાં આક્ષેપ સાથે દલિત સમાજનાં લોકોએ હોસ્પિટલે અડીંગો જમાવી જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં, એવો આગ્રહ સેવ્યો હતો. જેને પગલે આજે પોલીસે બાંહેધરી આપતાં પરિવારજનોએ લાશનો કબ્જો સ્વીકાર્યો હતો.

ભેંસાણનાં ખંભાળીયા ગામનાં દલિત યુવાન હેંમતભાઇ ભીખાભાઇ સોલંકી (ઉ. 40)નાં લગ્ન જૂની ધારી ગુંદાળીનાં વજુભાઇ રાઠોડની પુત્રી ભાનુબેન સાથે થયાં છે. બંનેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. દરમિયાન પતિ-પત્ની વચ્ચે ગૃહકલેશ શરૂ થતાં થોડા સમય પહેલાં ભાનુબેન નવાણીયા ગામનાં ખેડુત સાથે ભાગી ગયા હતા. બાદમાં મંગળવારે હેંમતભાઇને ફોન કરી નવાણીયા બોલાવી દવા પીવડાવી દીધી હતી. હેંમતભાઇએ તરફડીયા મારતી હાલતમાં રાજકોટ રહેતા સંબંધી શામજીભાઇને ફોન કરી વાત કરતા તેઓએ ખંભાળીયામાં રહેતા હેંમતભાઇનાં કાકા રાણાભાઇને ફોનથી વાકેફ કર્યા હતા. અને હેંમતભાઇને ચણાકાથી 108 મારફતે દવાખાને ખસેડ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. બનાવને પગલે તાલુકાભરમાંથી દલિત સમાજનાં લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે ઉમટી પડ્યા હતા. હેંમતભાઇને દવા પીવડાવીને મારી નાંખ્યા હોઇ જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં એમ સૌરાષ્ટ્ર દલિત સમાજ સંગઠનનાં ઝોનલ સંયોજક અરવીંદભાઇ ચૌહાણે જણાવ્યું હતું. મોડી સાંજે દલિત સમાજનાં લોકોએ હોસ્પિટલે અડીંગો જમાવી દેતા તંત્ર પણ દોડધામ કરતું થઇ ગયું હતું. મૃતકનાં કાકા રાણાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, અમો નવાણીયા ગામે લીંબાભાઇની વાડીએ ગયા હતા. અને ત્યાંથી હેંમતને હોસ્પિટલે ખસેડ્યો હતો. દરમ્યાન પીએસઆઇ ગઢવી અને વિસાવદરનાં પીએસઆઇ ચાંડેરાએ આરોપીઓને વ્હેલી તકે ઝડપી લેવાની ખાત્રી આપતાં હેંમતભાઇનાં પરિવારજનોએ તેમની લાશ અાજે બુધવારે સવારે 9:30 વાગ્યે સ્વીકારી હતી. વાતને દલિત સમાજનાં અાગેવાનો તેમજ અરજણભાઇ સોલંકીએ અનુમોદન આપ્યું હતું. તકે દેવજીભાઇ ગીડા, પ્રેમજીભાઇ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો