વિસાવદરનાં મૌની આશ્રમમાં યુપીનાં બે સેવકે 11 લાખ ચોર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાંઆંબાજળ ડેમનાં કાંઠે આવેલા પૌરાણીક મૌની આશ્રમમાંથી દોઢ માસ પહેલા યુપીનાં બે સેવકો 11 લાખની રોકડ અને સોનાની વીંટીની ચોરી કરી ગયાની ઘટના બહાર આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વિસાવદર થી સાત કિમી દુર દુધાળા રોડ પર પુજય મૌનીબાપુની જગ્યા આવેલી છે. મૌની આશ્રમમાં શકિતદાસ, ગુરૂ શ્યામદાસ બાપુ અને તેના યુપીનાં બે સેવકો અંકિત ઉર્ફે કટર રતનપાલ ચૌહાણ તેમજ કીલ્લુ (રહે.બંને રેડવા, જામસઠ, જિ.મુઝફરનગર) રહેતા હોય અને બંને સેવકો છેલ્લા 6 માસથી સેવાપુજા કરવાનું કામ કરતાં હતાં. શકિતદાસબાપુનાં જાણીતા હોવાથી આશ્રમમાં રહેવા આવ્યા હતા. બંને સેવકો દોઢમાસ પહેલા 11 લાખની રોકડ અને સોનાની વીંટી મળી કુલ રૂ.11.14 લાખની મત્તા ચોરી પલાયન થઇ ગયા બાદ હવે છેક જાણ થતાં શકિતદાસબાપુએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...