તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસાવદર ખ.વે. સંઘની કચેરી સામે તુવેરનાં ભાવ મુદ્દે ધરણાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંસરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી અને બાદમાં તુવેરની ખરીદી કરાઇ હતી. ખરીદીનું કામ વિસાવદર ભાજપ શાસીત તાલુકા ખરીદ વેંચાણ સંઘને અપાયું હતું. જેમાં સંઘના સંચાલકો દ્વારા મગફળી ખરીદીમાં મોટાપાયે ગેરરીતી આચરવામાં આવી હતી. અંગે હોબાળો મચતા ભાજપના આગેવાનોએ ઘીના ઠામમાં ઘી નાખી દીધું હતું. બાદમાં તુવેરની ખરીદી વખતે પણ ભાજપના આગેવાનો દ્વારા ખેડૂતોને અપાયેલા ટોકન મુજબ ખરીદી કરવાના બદલે તેના લાગતા વળગતાઓની તુવેરની ખરીદી થઇ અને ટોકન આપેલા ખેડૂતોની તુવેર ખરીદવામાં આવી નહી. જેને લઇ ખેડૂતોએ સપ્તાહ પહેલા સંઘની કચેરી સામે ઉપવાસ આંદોલન ચાલુ કર્યું હતું. જેના પગલે ભાજપના આગેવાનોએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી. પરંતુ બાબતે હજુ સુધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે ખેડૂતોએ ફરી વખત આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.

આગેવાનોએ કોઈ પગલાં ભરતા ખેડૂતોમાં રોષ

અન્ય સમાચારો પણ છે...