• Gujarati News
  • ચિત્રોડના ખુલ્લા ફાટકમાં ટ્રેન અને કાર વરચે ટક્કર

ચિત્રોડના ખુલ્લા ફાટકમાં ટ્રેન અને કાર વરચે ટક્કર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલા તાલુકાનાં ચિત્રોડ ગામે આવેલા રીસોર્ટમાં જન્માષ્ટમીની રજા માણીને પરત ફરતા રાજકોટનાં એક પરિવારની કારને ટ્રેને હડફેટે લીધી હતી. ચિત્રોડ ગામે જ આવેલા રેલ્વેનાં ખુલ્લા ફાટકે આ ઘટના બની હતી. જોકે, આ ઘટનામાં કારમાં બેસેલા તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે કારનાં પાછળનાં ભાગે થોડું નુકસાન થયું હતું.
બુધવારે સવારે ૧૧ વાગ્યાનાં અરસામાં તાલાલાથી ઉપડેલી વેરાવળ-ઢસા મીટર ગેજ ટ્રેન ચિત્રોડ ગામે આવેલા ખુલ્લા ફાટક પાસે પહોંચી એ વખતે એક સ્કોડા કાર અચાનકજ ધસી આવી હતી. જોકે, ડ્રાઇવરે સમયસુચકતા વાપરીને કારને રીવર્સમાં લેતાં તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, કારની ડીકીનો ભાગ ટ્રેન સાથે ઘસાતાં એટલા ભાગને નુકસાન પહોંરયું હતું. જાણવા મળ્યા મુજબ, કારમાં મુસાફરી કરતો પરિવાર રાજકોટનો હતો. અને તેઓ જન્માષ્ટમીની રજાઓ ગાળવા સાસણ ગિર આવ્યા હતા. અને બાદમાં ચિત્રોડ ખાતેનાં રીસોર્ટમાં રોકાયા હતા. તેઓ રાજકોટ પરત જવા નીકળ્યા હતા. એ વખતે આ ઘટના બની હતી. બનાવની જાણ થતાં તાલાલાથી રેલ્વેનાં અધિકારીઓ અને રેલ્વે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને અકસ્માતનાં સ્થળે પંચનામું કર્યા બાદ ટ્રેનને રવાના કરાઇ હતી. આ અકસ્માતની જાણ થતાં ચિત્રોડનાં સરપંચ બાવચંદભાઇ પરમાર સહિતનાં આગેવાનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે, તમામ મુસાફરોનો બચાવ થયો હોઇ સહુએ રાહતનો શ્વાસ લીધો હતો.