તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધામળેજમાં મહિલાઓનું હલ્લાબોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર-સોમનાથજિલ્લામાં ગુરૂવાર સવારથી સોશ્યલ સાઇટ વોટસઅપ પર ધામળેજ ગામે દારૂના અડ્ડાઓ પર મહિલાઓની જનતા રેડના વીડીયો સાથે મહિલાઓ દ્વારા દારૂના દુષણથી સામાજીક અને પારીવારીક મુશ્કેલીઓની વેદના ઠાલવી નજરે પડતી હતી.

સુત્રાપાડા પંથકમાં દારૂ - જુગારના દુષણે માંજા મુકી હોય જેની અનેક ફરિયાદો ઉઠી રહી છે. તાજેતરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દુષણને અટકાવવા આવેદનપત્ર આપવામાં આવેલ અને જો તંત્ર કાર્યવાહી નહી કરે તો જનતા રેડની ચિમકી ઉચ્ચારેલ હતી. ત્યારે ગુરૂવારે સવારથી વોટસઅપ મીડીયા પર પાંચ જેટલા વીડીયો જુદા-જુદા ગ્રુપોમાં વાયરલ થયા હતા. જેમાં મહિલાઓ દારૂના અડ્ડાઓ હલ્લાબોલ કરતી નજરે પડે છે અને બે મહિલાઓ દ્વારા દારૂના દુષણના કારણે સામાજીક અને પારીવારીક મુશ્કેલીઓ વધી હોવાની વેદના ઠાલવી રહેલ છે. તેમજ તે પૈકીના એક વીડીયોમાં કથીત બુટલેગર દ્વારા મહિલાઓને દારૂના વેંચાણ માટે પોલીસને હપ્તો ચુકવતો હોવાનું જણાવી રહેલ છે. સોશ્યલ મીડીયા વોટસઅપમાં પાંચેય વીડીયો વાઇરલ થવાથી જિલ્લાભરમાં ખળભળાટ મચ્યો હતો અને વીડીયો ઉચ્ચકક્ષા સુધી પહોંચતા જિલ્લાના અધિકારીઓ પર ટેલીફોનીક ઘંટડીઓ રણકવા લાગી હતી. જોકે,પોલીસના પગતળે રેલો આવતા ગુરૂવારે સવારે સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે દારૂ અંગે દરોડો પાડયા હતા. જેમાં દરોડો પાડી દેશી દારૂ લીટર 25 તથા વિદેશી દારૂની બોટલ નંગ 5 કી.રૂા.1040 સાથે બાબુ નથુને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. સુત્રાપાડા પંથકમાં દિન પ્રતિદિન વધી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પગલે પ્રજાજનો ત્રાહીમામ પોકારી ઉઠયા હોય અને મહિલાઓ તથા લોકરોષ બહાર આવ્યો હતો.

વિડીયો ક્લિપ વાઈરલ થતા પોલીસ દોડી આવી. }રવિ ખખ્ખર

દારૂનાં દુષણથી સામાજીક અને પારીવારીક વેદના ભોગવવી પડતી હોઇ

અન્ય સમાચારો પણ છે...