તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળમાં 240 જોડાણોમાંથી 31 લાખની વીજચોરી ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળતાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે પીજીવીસીએલ સર્કલનાં સુપ્રિ.એન્જી. એમ.એચ.મોરજરીયા, એકઝી.એન્જી. ડી.વી.લાખાણીના માર્ગદર્શન હેઠળ 59 વીજ વિભાગની ટીમોએ વેરાવળ તાલુકાનાં કાજલી, સોનારીયા, મેઘપુર, આજોઠા, પંડવા, બાદલપરા, નાવદ્રા, ડારી, નવાપરા, ગોવિંદપરા, સવની, મોરાજ, ઇણાંજ, ડાભોર, દેદા, મલુંઢા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોનાં કુલ 1,125 વીજ કનેકશનો ચેક કરવામાં આવેલ જે પૈકીના 240 વીજ કનેકશનોમાં ગેરરીતિ બહાર આવતા કુલ રૂા.31 લાખના બીલો ફટકારવામાં આવેલ હતા. તેમજ આજની વીજ ચેકિંગ કાર્યવાહી કરેલ 59 ટીમો સાથે એસઆરપીના 31 તથા પોલીસના 15 જવાનો ઉપરાંત પીજીવીસીએલનો પોલીસ સ્ટાફ સાથે જોડાયેલ હોવાનું નાયબ ઇજનેર એમ.યુ.પઠાણે જણાવ્યું હતું.

ચેકિંગ માટે પોલ પર ચઢેલ કર્મીનું શોક લાગતા મોત

વેરાવળનાંઇન્દ્રોય ગામનાં કોળી યુવાન અરવીંદ ભાણાભાઇ રાઠોડ (ઉ.વ.25) પીજીવીસીએલનાં કોન્ટ્રાકટરનાં કર્મચારી તરીકે કામ કરતા હોય અને ચેકિંગ કાર્યવાહીમાં સાંઇબાબાનાં મંદિર પાછળ આવેલ ગોકુલનગરમાં વીજ ચેકિંગ અર્થે પોલ પર ચઢેલ હતાં સમયે અકસ્માતે ઇલેકટ્રીક શોક લાગતા તાત્કાલીક હોસ્પિટલે ખસેડાયેલ જયાં સારવારમાં તેમનું મોત નિપજતાં વીજ કર્મીઓમાં ગમગીની પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...