દિકરીઓને ભણાવશો તો પરિવારનું નામ ઉજળું થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાજમાંદિકરીઓને ભણાવશો તો સમાજ તથા પરિવારનું નામ ઉજળું થશે તેમ ભીડીયા ખારવા સમાજ દ્વારા યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહમાં ઉપસ્થિત માંગરોળ ખારવા સમાજના આગેવાન વેલજીભાઇ મસાણીએ પોતાના ઉદબોધનમાં કન્યા કેળવણી પર ભાર મુકતા જણાવેલ કે, સમાજમાં દિકરીઓને ભણાવશુ તો સમાજની પ્રગતિ થશે અને સરકારની વિવિધ વિધાર્થીઓને ભણવા માટેની યોજનાઓનો લાભ લઇ સમાજના બાળકોને ભણાવવા અપીલ કરેલ હતી. ભીડીયા ખારવા સમાજના પટેલ રતીલાલ સાકરભાઇ ગોહેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સન્માન સમારોહ કાર્યક્રમમાં એચ.કે.જી.થી કોલેજ સુધીના સમાજના 280 તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતું. સમારોહમાં કોળી સમાજના પટેલ રામજીભાઇ સીકોતરીયા બારગામ ખારવા સમાજના પટેલ અને પંચો સાથે વેરાવળ ખારવા સમાજના તુલસીભાઇ ગોહેલ, લખમભાઇ ભેંસલા સાથે વણાંકબારા, માઢવાડ, મુળદ્વારકા, ધામળેજ, સુત્રાપાડામાંથી પટેલો તથા પંચો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા.

ખારવા સમાજનાં આગેવાનો દ્વારા છાત્રોને પ્રોત્સાહીત કરાયા }રવિ ખખ્ખર

અન્ય સમાચારો પણ છે...