તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • ચોરવાડ પાસે જીપે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

ચોરવાડ પાસે જીપે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરવાડતાબેનાં કાણેક ગામ પાસે જીપે બાઇકને હડફેટે લઇ લેતા યુવાનનું મોત નિપજયું હતું. જયારે વેરાવળનાં ખલાસીનું દરિયામાં પડી જતાં મોત થયું હતું. ખલાસીનાં મૃતદેહને વેરાવળ હોસ્પિટલે પીએમ માટે લવાયો હતો. બનાવમાં એએસઆઇ ખાને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ચોરવાડ તાબેનાં કાણેક ગામે રહેતા સોમાભાઇ કાળાભાઇ વાણવી ગુરૂવારનાં રાત્રીનાં બાઇક નં.જીજે-32-એ- 5065 પર માંગરોળથી કાણેક ગામ તરફ આવી રહેલ ત્યારે જીપ નં.જીજે-11-ટીટી- 0630નાં ચાલકે બાઇકને હડફેટે લઇ લેતા સોમાભાઇને ગંભીર ઇજા પહોંચતા ચોરવાડ હોસ્પિટલે ખસેડાયેલ જયાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં. બનાવથી મૃતકનાં પરિવારજનોમાં શોકનુ઼ મોજુ પ્રસરી ગયું હતું. બનાવમાં બોળાસ ગામે રહેતા મૃતકનાં પિતા કાળાભાઇ ઉગાભાઇ વાણવીએ જીપ ચાલક સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ શુકલે આગળની તપાસ હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં વેરાવળનાં દરિયામાં કિશનભાઇની બોટમાં ઉંમરગામનાં બલગામનો ખલાસી ફિશીંગમાં ગયેલ અને મધરાતનાં અરસામાં અકસ્માતે દરિયામાં પડી જતાં તેનું મોત નિપજયું હતું.

ખલાસીનાં મૃતદેહને વેરાવળ હોસ્પિટલે પીએમ માટે લવાયો હતો. બનાવમાં એએસઆઇ ખાને ધોરણસરની કાર્યવાહી કરી હતી. નાની - મોટી બોટ, વહાણ, હોડી દરિયામાં માછીમારી માટે જાય છે ત્યારે અકસ્માતે બોટમાંથી દરિયામાં પડી જવાથી ખલાસી મોતને ભેટતા હોવાનાં બનાવો સમયાંતરે બનતા રહે છે ત્યારે ખલાસીની સુરક્ષા માટે કાળજી લેવાવી જોઇએ એવી માછીમાર સમાજમાં લાગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...