• Gujarati News
  • હિન્દુ સમાજને દુભાવતી પુસ્તિકાનાં પ્રકાશન પર પ્રતિબંધ મૂકવા લોક માંગ

હિન્દુ સમાજને દુભાવતી પુસ્તિકાનાં પ્રકાશન પર પ્રતિબંધ મૂકવા લોક માંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જનજાતિ આયોગ દ્વારા બાબા આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે વકૃત્વ અને નિબંધ સ્પર્ધા માટે પી.એ. પરમાર લીખીત અને સુર્યા પ્રકાશન દ્વારા પ્રકાશીત પુસ્તિકાનું ગીર-સોમનાથ જિલ્લામાં ધો.6 થી 8 ના વિધાર્થીઓમાં વિતરણ કરાયેલ અને પુસ્તિકામાં 22 પ્રતિજ્ઞાઓનો ઉલ્લેખ હોય જેમાં હિન્દુ દેવી-દેવતાઓ અંગે અયોગ્ય ટીકાઓ થયેલ હોય જે અંગે આજે હિન્દુ યુવા સંગઠન, ગૌરક્ષા દળ, સોમનાથ સેવા સંઘ, સાધુ સમાજ સહીતના દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી પુસ્તિકાના પ્રકાશન પર પ્રતિબંધ મુકવા માંગ કરેલ છે.

આજે હિન્દુ યુવા સંગઠન, ગૌરક્ષા દળ, સોમનાથ સેવા સંઘ, મહામંડલેશ્વર બજરંગદાસબાપુ સહિતના દ્વારા ગીર-સોમનાથ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદન પત્રમાં જણાવેલ કે, પ્રાથમિક શાળાના કુમળુ માનસ ધરાવતા વિધાર્થીઓ પર પુસ્તિકાના વાંચનથી જ્ઞાતિ - જાતિનું વૈમનસ્ય ઉભું થાય તેવી ગંભીર શકયતાઓ રહેલી છે જેથી તાત્કાલીક અસરથી પુસ્તિકા પરત ખેંચી લેવામાં આવે તથા પુસ્તિકામાં દર્શાવ્યા મુજબ હિન્દુ ધર્મની વિરૂધ્ધનું લખાણ કરનાર લેખક પી.એ.પરમાર તથા પ્રકાશક સુર્યા પ્રકાશક સામે હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવવા અંગે કાયદામાં દર્શાવેલ કલમ અન્વયે ફોજદારી પગલા ભરવા અને આવા પ્રકારના વિવાદીત લખાણવાળી પુસ્તિકાઓ પર પ્રતિબંધ લાદવામાં આવે અને લેખકની પુસ્તિકાઓના પ્રકાશન પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ કરેલ છે. આવેદન પત્રમાં વધુમાં જણાવેલ કે, બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આદરણીય વ્યકિતત્વ છે લેખક દ્વારા વૈમનસ્ય ફેલાવાના ઉદેસથી હિન્દુ માન્યતાઓનું ખંડન કરવામાં આવેલ છે. સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડતા કૃત્યથી હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ પ્રસરી ગયો હતો જેથી ન્યાયના હિતમાં પગલા લેવામાં નહીં આવે તો ધર્મનાં અપમાન સબબ આંદોલાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી આવેદનપત્રના અંતમાં ઉચ્ચારેલ છે.

હિન્દુ સંગઠને કલેકટરને આવેદનપત્ર આપ્યું. }રવિખખ્ખર