• Gujarati News
  • તાલાલા સાસણ રોડ પર વિરપુર ગામની સરકારી જમીન પર

તાલાલા- સાસણ રોડ પર વિરપુર ગામની સરકારી જમીન પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલાલા- સાસણ રોડ પર વિરપુર ગામની સરકારી જમીન પર તંત્રએ બુલડોઝર ફેરવી 4 કરોડની કિંમતની 15851 ચોરસ મીટર જમીન ખુલ્લી કરી હતી. તાલાલા પાલિકા ભાજપનાં સદસ્યનાં ભાઇએ જમીન પર કરેલી પેશકદમી કલેકટરનાં આદેશથી દુર કરાઇ હતી.

તાલાલા - સાસણ રોડ પર વિરપુર ગામની સરકારી પડતર જમીન સર્વે નં. 17/1 માં 1/58/51 હેકટર એટલે કે 15851 ચોરસ મીટર જમીન પર ઘણા વરસોથી પેથાભાઇ નારણભાઇ ગળચર સહિતનાએ પેશકદમી કરી આગળના ભાગે હોટલ અને બે મકાનો બનાવી લઇ બાકીની જમીનનો ખેતી માટે ઉપયોગ કરતા હોય સરકારી જમીન પરનું દબાણ હટાવવા તંત્રને સ્થાનિક કક્ષાએથી અવાર-નવાર રજૂઆતો થતી રહેલ હોય ગીર-સોમનાથ જિલ્લા કલેકટર સી.પી. પટેલની સૂચનાથી તાલાલા મામલતદારે નોટીસ બજાવેલ પરંતુ સમયમર્યાદામાં દબાણ હટાવતાં કલેકટરનાં આદેશથી આજે વેરાવળનાં નાયબ કલેકટર વિરાણીનાં નેતૃત્વમાં મામલતદાર સાકરીયા, સર્કલ ઓફિસર સહિતનાં અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત અને બે જેસીબી, ટ્રેકટરો અને મજૂરોને લઇ કાર્યવાહી કરી દબાણો હટાવી 15851 ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી જેની હાલની બજાર કિંમત 4 કરોડની છે.