તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શાપર ચોકડી પર બ્રિજ બનાવો

શાપર ચોકડી પર બ્રિજ બનાવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટજિલ્લાની શાપર-વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં ફાયર સુવિધા આપવા અને શાપર-વેરાવળ ચોકડીની ટ્રાફિકની સમસ્યા હલ કરવા બ્રિજ બનાવવાની રજૂઆત રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઇ ચોવટિયાએ ઉદ્યોગમંત્રી અને માર્ગ મકાનમંત્રીને પત્ર પાઠવીને કરી છે. રજૂઆતમાં જણાવાયા મુજબ, એક તરફ રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાતના નામે ઉદ્યોગોને લાલજાજમ પાથરી રહી છે ત્યારે બીજી તરફ ઔદ્યોગિક વસાહતો છે તેમને પાયાની સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરે છે. શાપર-વેરાવળમાં આગજનીના નાનામોટા બનાવો બનતા રહે છે આમછતાં ફાયર સ્ટેશનની સુવિધા નથી. ઉપરાંત ઔદ્યોગિક વસાહતોને કારણે માર્ગ ટ્રાફિકથી સતત ધમધમતો રહેતો હોયે ટ્રાફિકજામની સમસ્યા પણ રોજિંદી બની છે ત્યારે બ્રિજ બનાવવાની માગણી પણ તેઓએ કરી છે. રોજીંદી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ચોકડી પર બ્રીજ બનાવવા લોક માંગણી ઉઠી છે.