તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળ-તાલાલામાં 5 વાહનો ડિટેઇન, 6800નો દંડ વસુલ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર સોમનાથ જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા જિલ્લાનાં મુખ્ય મથક વેરાવળ, તાલાલા સહીતનાં વિસ્તારોમાં ગેરકાયદેસર પેસેન્જર બેસાડતા વાહન ચાલકો તથા ટ્રાફિકને અડચણરૂપ રાખેલા વાહન ધારકો સામે કડક કામગીરી હાથ ધરતા 65 જેટલા એન.સી કેસો કરી રૂ.6,800નો દંડ વસુલ કરેલ યારે ત્રણ છકડો રીક્ષા મળી કુલ પાંચ વાહનોને ડીટેઇન કર્યા હતા.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા એચ.આર.ચૌધરીની સુચનાથી જિલ્લા ટ્રાફિક પીએસઆઇ આર.એ.જાડેજા, સ્ટાફનાં પ્રવિણગીરી, સંજયભાઇ, ગોવિંદભાઇ, ભાર્ગવભાઇ, પ્રતાપભાઇ, દેવદાનભાઇ, નટુભાઇ, દીનેશભાઇ, મેરૂભાઇ આહીર સહીતનાં સ્ટાફ દ્વારા આજે વેરાવળ પ્રભાસ પાટણ અને તાલાલા વિસ્તારમાં ગેરકાયદેસર પેસેન્જરોને બેસાડી હેરાફેરી કરતા વાહન ચાલકો સામે તથા ટ્રાફીકને અડચણરૂપ વાહન પાર્ક કરતા સામે કડક કામગીરી હાથ ધરેલ હતી. કામગીરીમાં સ્થળ ઉપર 65 જેટલા એન.સી કેસો કરી રોકડ રૂ.6,800નો દંડ વસુલ કરેલ. જયારે ત્રણ છકડો રીક્ષા, એક પ્યાગો રીક્ષા અને એક મોટર સાયકલ મળી કુલ પાંચ વાહનોને કલમ 207 મુજબ ડીટેઇન કરેલ હતી. ઉપરાંત આખા મહિના દરમ્યાન જિલ્લાનાં 6 તાલુકામાં જિલ્લા ટ્રાફિક પોલીસે કામગીરી કરતા રૂ.86,450નો દંડ વસુલ કરેલ તથા વાહનો ડીટેઇન કરેલ તેમાં આર.ટી.ઓ કચેરીમાં રૂ.69,210નો દંડ વસુલ થતા કુલ રૂ.1,55,660નો દંડ વસુલ કરેલ હોવાનું જાણવા મળેલ છે.

65 જેટલા એન.સી. કેસ કરવામાં આવ્યા

ગીર સોમનાથ જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ

અન્ય સમાચારો પણ છે...