તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મત્સ્યઉદ્યોગથી રોજગારી વધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં બોટનાં સાધનોનું મેન્યુફેક્ચરીંગ કરી ભાવનગર મોકલાય છે

પોરબંદરશહેરમાં મત્સ્યઉદ્યોગ દ્વારા અનેક લોકોને રોજીરોટી મળી રહે છે ત્યારે બોટને લગતા વીચ, પંખા, એન્જીન, ગીયર, સાફ્ટીંગ વગેરે સાધનોનું મેન્યુફેક્ચરીંગ કરી ભાવનગર સહિતના વિવિધ શહેરમાં પહોંચતા કરવામાં આવે છે.

પોરબંદર શહેરમાં મત્સ્યઉદ્યોગ અનેક લોકોને રોજગારી સહિત દેશને પણ વિદેશી હુંડીયામણ કમાઈ આપે છે. પોરબંદરમાં 2500 બોટ અને 2000 નાની બોટો મળી નાની-મોટી 4500 બોટ છે ત્યારે જુની બોટ તોડી દર વર્ષે 200 જેટલી બોટનું નવિનિકરણ કરવામાં આવે છે. બંદર વિસ્તારમાં બોટ મશીનરી ઉદ્યોગ પણ ધમધમતો બન્યો હોવાથી બોટમાં ફિશીંગના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો સહિત બોટ મશીનરીના વિવિધ સાધનો બનાવનાર અનેક કામદારોને પણ રોજીરોટી મળી રહે છે. બોટને લગતા પંખા, એન્જીન, ગીયર, સાફ્ટીંગ વગેરે સાધનોનું મેન્યુફેક્ચરીંગ કરવામાં આવે છે અને સાધનો દરિયાઈ પટ્ટી પર આવેલ વેરાવળ, ઓખા, જાફરાબાદ, વણાકબારા, દીવ, જામનગર, ભાવનગર સહિતના શહેરોમાં આવેલ બંદરો સુધી પહોંચતા કરવામાં આવે છે. પોરબંદરમાં બોટ મશીન ઉદ્યોગનું જી.આઈ.ડી.સી. ની જેમ ઔદ્યોગીક વસાહત વિકસાવવામાં આવે તો હજારો લોકોને રોજગારી મળી રહે છે.

બોટ મશીનરીનાં સાધનોથી કામદારોને રોજીરોટી મળી તસ્વીર- કે.કે.સામાણી

અન્ય સમાચારો પણ છે...