વિવાદાસ્પદ પુસ્તિકા પરત ખેંચી લેવાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર-સામેનાથિજલ્લાની સરકારી શાળાઓમાં હિન્દુ ધર્મ વિ‌રૂદ્ધની પ્રતિજ્ઞા દર્શાવતી પુસ્તિકાનું શિક્ષણ વિભાગ દ્વારા વિતરણ થયાના અહેવાલો અખબારમાં પ્રસિદ્ધ થતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયેલ છે. તો મુદ્દે હિન્દુ અને સાધુ સમાજમાં ઉગ્ર રોષની લાગણી સાથે તાત્કાલીક અસરથી બુકને પરત ખેંચી લેવા માંગ ઉઠ્યા બાદ િજલ્લા શિક્ષણ અધિકારીને અનુ.જાતિ. સમાજ કલ્યાણ કચેરીના અધિકારી દ્વારા પુસ્તકોનું વિતરણ અટકાવવા ટેલીફોનીક સુચના આપેલ હતી. બાદ રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળના પ્રાથમિક નિયામક કચેરી દ્વારા રાજયના તમામ િજલ્લા શિક્ષણઅધિકારીને લેખિત આદેશ કરી તમામ પુસ્તકો પરત ખેંચી પંકાશકના માણસોને આપી દેવા જણાવતા આજે વેરાવળ ખાતેથી િજલ્લામાં વિતરણ થયેલ તમામ પુસ્તકો પ્રકાશનના માણસો પરત લઇ ગયેલ હતા.

દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી માટે સરકારની અનુસુચિત જાતી કલ્યાણ વિભાગ દ્વારા ડો.બાબાસાહેબના જીવન પર આધારીત પ્રતિજ્ઞાવાળી પુસ્તીકાનું સરકારી શાળામાં ધો. 6 થી 8માં અભ્યાસ કરતા વિધાર્થીઓને વિતરણ કરી વકતૃત્વ અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. પુસ્તિકા આપવા માટે સરકારમાં અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગને જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે જિલ્લાની શાળામાં વિતરણ થયેલા પુસ્તીકાના હિન્દુ ધર્મની ટીકા કરતી પ્રતિજ્ઞાઓ હોય ત્યારે આવા પુસ્તકનું વિતરણ રાજયના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતાં સરકાર સામે હિન્દુ સંગઠનો અને સાધુ સમાજમાં ઘેરા રોષની લાગણી જન્મેલી હતી અને પુસ્તકો પરત ખેંચવા અંગે આવેદનપત્ર પણ સરકારને પાઠવવામાં આવેલ હતા. િજલ્લા શિક્ષણઅધિકારીઓને લેખિત આદેશ કરવામાં આવ્યા છે.

10400 પુસ્તકો પ્રકાશન સંસ્થાએ પરત લીધા

અંગેગીર-સામેનાથ િજલ્લા શિક્ષણધિકારી કે.પી. પટેલે જણાવ્યુ હતુ કે, પુસ્તક અંગે ત્રણ દિવસ પહેલા અમોને અનુ.જાતિ સમાજ કલ્યાણ અધિકારી દ્વારા ટેલીફોનીક જાણ કરી પુસ્તકનું વિતરણ અટકાવવા સુચના આપવામાં આવેલ હતી. ત્યારબાદ સરકારના શિક્ષણ વિભાગની પ્રાથમીક નિયામક કચેરી દ્વારા રાજયના તમામ િજલ્લા શિક્ષણઅધિકારીઓને પુસ્તક જો વિતરણ થયા હોય તો પરત મંગાવી લેવા અને પ્રકાશનના માણસો આવે ત્યારે તેમને પરત આપવા લેખિત આદેશ કરેલ હતો. જે અન્વયે ગીર-સોમનાથ િજલ્લામાં વિતરણ થયેલ 10,400 પુસ્તક િજલ્લા તમામ બીઆરસી કોડીનેટરોને આદેશ આપી પરત મંગાવી લેવામાં આવેલ અને આજે તમામ પુસ્તકો સુર્યા પ્રકાશનના માણસો િજલ્લાના મથક વેરાવળની કચેરીએ આવી પરત લઇ ગયેલ છે. }રવિખખ્ખર

અન્ય સમાચારો પણ છે...