મોટી ભક્તિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાંવડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી નરેન્દ્ર મોદીનાં 65 મા જન્મદિન નિમીત્તે આજે રાજ્યનાં બે મંત્રી અને ગિર-સોમનાથ જિલ્લા ભાજપનાં આગેવાનોએ સોમનાથ મંદિરે ન.મો.નાં દિર્ધાયુ માટે માર્કંડેય પૂજા કરી હતી.

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરનાં ટ્રસ્ટી પણ છે. આજે તેનાં 65 મા જન્મદિન નિમીત્તે રાજ્યનાં કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, રાજ્ય મંત્રીઓ ગોવિંદભાઇ પટેલ, જશાભાઇ બારડ, સંસદિય સચિવ જેઠાભાઇ સોલંકી, સાંસદ રાજેશ ચુડાસમા, ગિર-સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, માછીમાર ખારવા સમાજનાં પ્રભુદાસ કુહાડા, તુલસીભાઇ ગોહલ સહિતનાં ભાજપનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં દિર્ધાયુષ્ય અને આરોગ્યની અભિવૃદ્ધિ માટે સાંજે 7 વાગ્યે માર્કંડેય પૂજા કરી હતી. મંદિરનાં મુખ્ય પુજારી ધનંજય દવેએ પૂજા વિધી કરાવી હતી. જેમાં ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ દેશનાં વડાપ્રધાનનાં લાંબા આયુષ્ય માટે રાજ્યકક્ષાનાં મંત્રીઓએ પુજા- અર્ચના અને પ્રાર્થના કરી હતી અને તકે અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

રાજ્યકક્ષાનાં બે મંત્રીઓએ સોમનાથ દાદા પાસે વડાપ્રધાનનાં લાંબા આયુષ્યની પ્રાર્થના કરી. }રવિ ખખ્ખર

માર્કંડેય પૂજા એટલે શું ?

માર્કંડેયપૂજામાં ષષ્ટીદેવી, ગણેશજી, કુળદેવી, અશ્વત્થામા, સહિતનાં 7 અમરાત્મા તેમજ દેવતાઓની પૂજા થાય છે. પૂજા જે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે તેના આયુષ્ય અને આરોગ્યમાં અભિવૃદ્ધિ થાય છે.

મોદીનાં દિર્ધાયુ માટે બે મંત્રીઓએ કરી માર્કંડેય પૂજા