600 બોટ હજુ દરિયામાં, બોટ લાંગરવાની મુશ્કેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ઓખી’વાવાઝોડા તેમજ વરસાદની આગાહીને પગલે દરીયામાં ફિશીંગ કરતા માછીમારોને સાવચેત કરાયા છે. ત્યારે માંગરોળની 40 બોટ પરત ફરી છે. જયારે 600 બોટ હજુ સમુદ્રમાં છે. જો કે નુકસાન થયું હોય એવી કોઈ માહિતી આવી હોવાનું બોટ એસો.ના પ્રમુખ માધાભાઈ ભાદ્રેચાએ સાંજે જણાવ્યું હતું.બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.બંદરે ફકત 200 બોટ લાંગરવાની ક્ષમતા હોય, ફિશિંગમાં ગયેલી માંગરોળની તમામ બોટો પરત ફરે તો તેને લાંગરવાની મુશ્કેલી સર્જાય શકે. આવા સંજોગોમાં બોટોને વેરાવળ, પોરબંદર, ઓખા બંદરે લાંગરવી પડે. જયાં બોટોના અતિશય ભરાવા અને ભારે પવન વચ્ચે ફિશીંગ બોટોમાં નુકશાનની શકયતા પણ નકારી શકાતી નથી.

વેરાવળ બંદરમાં વધુ 20 બોટ પરત આવી છે તેમજ તમામ બાકીની બોટો હાલમાં વેરાવળ નજીક દરિયાઈ વિસ્તારમાં આવી ગયેલ છે અને હાલમાં કોઈ પરિસ્થિતિ ખરાબ નથી એમ જાણવા મળી રહ્યું છે. અમુક આંધ્રપ્રદેશની બોટો પણ વેરાવળમાં આવી છે.

વેરાવળ બંદરની તમામ બોટ સલામત

અન્ય સમાચારો પણ છે...